સુરતમાં પાલ અડાજણ RTO નજીક બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓને કારે લગાવી જબરદસ્ત ટક્કર – એકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 5:12 pm, Wed, 9 March 22

સુરતમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતમાં પાલ RTO નજીક બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓની પુરપાટ ઝડપે જતી એક કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે.

જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રીના સમયે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલો યુવક માતા-પિતાનો એકનો એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 28 વર્ષીય ભાવેશ પ્રવીણભાઈ નામના યુવકનું મૃત્યુ થયું છે.

ભાવેશ પોતાના માતા-પિતાની સાથે અડાજણના શારદા રો-હાઉસ માં રહેતો હતો. અકસ્માતની ઘટનામાં ભાવેશ ઊઠીને રોડ પર નીચે પડ્યો હતો. આ કારણોસર ભાવેશનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ભાવેશનો પિતરાઇભાઇ અક્ષય જમીન પર પછડાયો હતો તે પણ ઈજાગ્રસ્ત થયો હતો.

તેની સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માતની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને હિટ એન્ડ રનનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં પાલ અડાજણ RTO નજીક બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓને કારે લગાવી જબરદસ્ત ટક્કર – એકનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*