ગ્રીષ્મા વેકરીયા કેસ નો આરોપી ફેનીલ આજે કોર્ટ રૂમમાં બેહોશ થઈ ગયો,તાબડતોડ તેને 108 માં હોસ્પિટલ…

Published on: 5:55 pm, Wed, 9 March 22

સુરતમાં પાસોદરામાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. પાસોદરા પાટીયા પાસે આવેલા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા ફેનીલ ગોયાણી નામના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો.

આ ઘટના બન્યા બાદ ગુજરાતની જનતા ભારે રોષ માં ભરાય છે. લોકો અલગ-અલગ માધ્યમથી દીકરી ગ્રીષ્માને ન્યાય આપવાની માગણી કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઠાકોર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં સુરતમાં બનેલી આ સમગ્ર ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

સાથે જ તેમણે એવું પણ કહ્યું કે તાત્કાલિક આરોપીને સજા આપવામાં આવે અને અમને તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે.ત્યારે આ કેસ મામલે આજે મોટા સમાચાર સામે આવી રહા છે.આ કેસ નો આરોપી ફેનીલ ગોયાણી ને કોર્ટ સુનાવણી માટે સુરતની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો

તે દરમ્યાન ફેનીલ કોર્ટ રૂમમાં જ બેહોશ થઇ ગયો હતો એટલે તેને તાત્કાલીક 108 માં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર અંગે ડોક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.તમને એ પણ જણાવી દઇએ કે આજરોજ આ કેસ મામલે દીકરી ગ્રીષ્મા વેકરીયા નો ભાઈ કોર્ટમાં જુબાની આપવાનો હતો.

તે દરમિયાન જાણવા મળ્યું છે કે ફેનીલ કોર્ટમાં બેહોશ થવાના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેની હાલત થોડી સારી થઈ હોવાની ડોક્ટરે તપાસમાં જણાવ્યું હતું.જુબાની આપતા સમયે દીકરી નો નાનો ભાઈ ભાવુક થઈને રડી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગ્રીષ્મા વેકરીયા કેસ નો આરોપી ફેનીલ આજે કોર્ટ રૂમમાં બેહોશ થઈ ગયો,તાબડતોડ તેને 108 માં હોસ્પિટલ…"

Leave a comment

Your email address will not be published.


*