કપાસના ભાવ માં જોવા મળી ભુક્કા બોલાવતી તેજી,ખેડૂતો માટે કપાસ વેચવા ની સારામાં સારી તક

Published on: 6:10 pm, Wed, 9 March 22

આ વર્ષે ખેડૂતોને કપાસ ના ખુબ જ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસ માં ખૂબ સારી એવી તેજી નોંધાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ માં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કપાસના મોટાભાગનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થાય  છે.

જે ખેતી કરતા હશે તેને તો ખ્યાલ જ હશે કે કપાસ ના ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે તેમજ આ વર્ષે કપાસની મિલો અને બીજી મિલો ની અંદર કપાસની ખૂબ જ વધુ માંગ છે. તેમાં ખૂબ જ સારી ગુણવત્તાવાળો કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે કપાસના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

છેલ્લા 15 દિવસથી કપાસનું વેચાણ ખૂબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે તેના કારણે પાછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં કપાસ નો સંગ્રહ કર્યા વગર સીધો પાક વેચી દે છે જેના કારણે આ દિવસે ને દિવસે કપાસના ભાવ ની અંદર રેકોર્ડબ્રેક સપાટી નોંધાઇ રહી છે.

કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1390 થી 2200 રૂપિયા બોલાયો હતો જ્યારે જેતપુર માં કપાસ નો ભાવ 1441 થી 2151, જામજોધપુરમાં 1400 થી 2200 રૂપિયા ભાવ બોલાવ્યો ત્યારે સૌરાષ્ટ્રના બોટાદમાં કપાસનું સૌથી વધારે આવક થઈ હતી અને સૌથી વધારે ભાવ ત્યાં 1350 થી 2228 બોલાયો હતો. જસદણ માં કપાસ નો ભાવ 1550 થી 2070 ભાવ બોલાયો હતો. ભેસાણમાં કપાસનો ભાવ 1500 થી 2100 બોલાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કપાસના ભાવ માં જોવા મળી ભુક્કા બોલાવતી તેજી,ખેડૂતો માટે કપાસ વેચવા ની સારામાં સારી તક"

Leave a comment

Your email address will not be published.


*