સુરતમાં લિફ્ટની કામગીરી દરમિયાન 14માં માળેથી નીચે પડતા બે યુવકોના કરુણ મૃત્યુ, એકને બચાવવા છતાં બંને નીચે પડ્યા…જાણો સમગ્ર ઘટના

Published on: 3:45 pm, Fri, 16 September 22

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મિત્રો આ ઘટનામાં મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના સિરૂડ ગામના વતની 25 વર્ષીય આકાશ સુનીલ બોરસે અને 22 વર્ષીય નિલેશ પ્રહલાદ પાટીલ નામના વ્યક્તિના મૃત્યુ થયા છે. નિલેશ સુરત નો રહેવાસી હતો.

બંને યુવકો લિફ્ટની કામગીરી સાથે સંકળાયેલા હતા. આજરોજ સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ લિફ્ટના દરવાજા પાસે આકાશ પર ચડીને ડ્રિલિંગનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું બેલેન્સ બગડે છે ત્યારે નિલેશ તેને બચાવવા જાય છે. પરંતુ બંને એકસાથે ઉપરથી નીચે પડ્યા હતા.

આ કારણસર બંનેના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. મિત્રો અમદાવાદમાં બુધવારના રોજ એક બિલ્ડીંગ ઉપરથી પડી જવાના કારણે 7 મજૂરોના મૃત્યુ થયા હતા. ત્યારે અમદાવાદ જેવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નિર્માણાધીન પેલેડિયમ રેસીડેન્સીમાં 14માં માળે લિફ્ટની કામગીરી દરમિયાન નીચે પડવાના કારણે બે યુવકોના મૃત્યુ નીપજ્યા છે.

આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો અને ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં એક યુવકનું બેલેન્સ બગડે છે. ત્યારે બીજો યુવક તેને બચાવવા જાય છે અને તેનું પણ બેલેન્સ બગડે છે અને બંને એકસાથે નીચે પડે છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આ ઘટના પેલેડિયમ રેસીડેન્સીમાં બની હતી. મળતી માહિતી અનુસાર રેસીડેન્સીમાં લિફ્ટના સેટઅપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર લિફ્ટના સેટ અપ માટે ડ્રિલિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન સ્ટોલ પર ઉભેલો એક યુવક પોતાનું બેલેન્સ ગુમાવે છે.

ત્યારે તેને બચાવવા માટે બીજો યુવક ત્યાં પહોંચે છે અને બંને એક સાથે નીચે પડ્યા હતા. જેના કારણે બંનેના મૃત્યુ નીપજ્યા છે. મૃત્યુ પામેલો આકાશ સુરતમાં એકલો રહેતો હતો, તેનો આખો પરિવાર તેના વતનમાં રહેતો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં લિફ્ટની કામગીરી દરમિયાન 14માં માળેથી નીચે પડતા બે યુવકોના કરુણ મૃત્યુ, એકને બચાવવા છતાં બંને નીચે પડ્યા…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*