ગુજરાતના જાણીતા કલાકાર યોગેશદાન ગઢવીએ કમા વિશે વાત કરતા જણાવ્યું કે, કમો તો ભગવાનનું દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવાય, ધુણાવાય નહીં… જુઓ વિડિયો

મિત્રો તમે બધા રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાને તો જરૂર ઓળખતા હશો. આજે કમો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યું છે. ગુજરાતમાં હવે દરેક જગ્યાએ ડાયરામાં કમાની હાજરી હોય જ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ કમાને ઓળખતા હશે. મિત્રો એક કાર્યક્રમ દરમિયાન જ્યારે કિર્તીદાન ગઢવી ગીત ગાય છે.

ત્યારે કમો પોતાની જાતને રોકી નથી શકતો અને સ્ટેજ પાસે આવીને અનોખા અંદાજમાં ડાન્સ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ કમાનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. ત્યારથી કમો ફેમસ થયો હતો. હાલમાં કમો જે પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેને પૈસા આપવામાં આવે છે.

પરંતુ કમો તેમાંથી એક રૂપિયો પણ પોતાની પાસે રાખતો નથી. કમા પાસે જે પણ રૂપિયા આવે છે તે તેના ગામમાં આવેલી ગૌશાળામાં દાન આપી દે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના જાણીતા કલાકાર યોગેશદાન ગઢવી કમા વિશે એક મહત્વનું નિવેદન આપે છે.

જે સાંભળીને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મિત્રો મોરબીમાં પૂર્વ ધારાસભ્ય આયોજિત ભગવાન સપ્તાહમાં માયાભાઈ આહીર, પુનમ બારોટ, અનિલભાઈ વાકાણી અને યોગેશદાન ગઢવી સહિતના કલાકારોની હાજરીમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે યોગેશદાન ગઢવી સ્ટેજ પર હતા, ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે તમે કમાને કાર્યક્રમમાં લાવશો? ત્યારે યોગેશદાન ગઢવીએ કહ્યું કે, મિત્રો કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવો કે ધુણાવાય નહીં, કમો એક દિવ્યાંગ છે અને એના મનમાં શું ચાલતું હોય તે જાણી ન શકાય. એક દિવ્યાંગ વ્યક્તિની આવી મશ્કરી ન કરાય. વધુમાં આ બાબત પર યોગેશદાન ગઢવીએ કહ્યું કે, મિત્રો હું કમો નહીં પણ નમો લાવવાવાળો માણસ છું.

આજથી 20 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવું મંચ ઉપરથી બોલવા વાળો હું એક જ હતો. જે વાતના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાક્ષી હોવાનું પણ તેમને મંચ પર કહ્યું હતું. હાલમાં તેમની આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*