રાજકોટમાં ટ્રકની નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત.. પરિવારના બે કુળદીપક ઓલવાઈ ગયા…

Published on: 7:04 pm, Tue, 11 July 23

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થાય છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. આવો જ એક કિસ્સો ગુજરાતના રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટની માધાપર ચોકડી નજીકથી ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.

એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા બે ભાઈ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેમાં એકનું ઘટના સ્થળે તો બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે પરિવારના બંને દીકરાઓના અકાળે મોતથી શોક ફેલાયો છે.

સવારે 11 વાગ્યાની આસપાસ 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોકથી આગળ માધાપર ચોકડી નજીક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે એક બાઇક સવાર જીતેન્દ્ર ઉર્ફે જીત નારીગરા અને તેના મોટાભાઈ ભાવેશ ને અડફેટે લીધા હતા. જે પગલે બંને ભાઈઓ ફૂટબોલની જેમ ફંગોળાયા અને જીતને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જોકે ભાવેશ ને ગંભીર ઇજા ને પગલે હૃદયના ધબકારા ચાલુ હોવાથી તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જેના કારણે પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડી ગઈ હતી અને બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડાયા હતા. મૃતકો કોઠારીયા રોડ પર રણુજા મંદિરની પાછળ પરિવાર સાથે રહેતા હતા.

પિતા અને બંને દીકરાઓ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરતા હતા. જ્યારે સવારે ભાવેશ અને જીત બંને માધાપર ચોકડી પાસે નવી બની રહેલા બિલ્ડિંગમાં ફર્નિચર કરવા માટે ઘરેથી નીકળ્યા હતા, ત્યારે ટ્રક કા‌ળ બનીને ત્રાટકી બંનેનો ભોગ લીધો હતો. જીતના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને સંતાનમાં કંઈ નથી. પરંતુ ભાવેશ ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને તેને બે દીકરીઓ છે જેમાં એક દીકરીની ઉંમર અઢી વર્ષ અને બીજી દીકરી આઠ મહિનાની જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ટ્રકની નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત.. પરિવારના બે કુળદીપક ઓલવાઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*