માતા અને દીકરીનું એક સાથે કરુણ મૃત્યુ : સ્કુટી પર સવાર માતા અને દીકરીને ટ્રક ચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, બંનેના કરુણ મૃત્યુ…

Published on: 12:21 pm, Tue, 26 July 22

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં માતા અને દીકરીનું એક જ સાથે કરુણ મૃત્યુ નીપજો છે.

પૂરપાટ ઝડપે છતાં ટ્રકે સ્કુટી પર સવાર માતા અને દીકરીને જબરદસ્ત ટક્કર લગાવી હતી, અકસ્માતના પગલે માતા અને દીકરીના મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ મોડી રાત્રે બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના રાયબરેલીના ITI વળાંક પર બની હતી.

અહીં વળાંક પર પૂરપાટ ઝડપે જતા ટ્રકે સ્કુટી સવાર માતા અને દીકરીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતા અને દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ટ્રકના નંબરના આધારે માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર સુમિતાબેન રાયબરેલીમાં સેન્ટ પીટર્સ સ્કૂલ પાસે રહે છે.

સોમવારના રોજ સાંજના સમયે સુમિતાબેન પોતાની દીકરી ઈશિતા સાથે સ્કુટી પર ખરીદી કરવા માટે ગયા હતા. મળતી માહિતી અનુસાર મા અને દીકરી બંને મીલ એરિયા વિસ્તારમાં આઈટીઆઈ વળાંક થઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકે તેમની સ્કૂટીને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર બાદ ટ્રક ચાલકે આગળ જઈને ટ્રક ઉભો રાખી દીધો હતો. ત્યારે લોકોએ ટ્રક ચાલકને પકડવાની કોશિશ કરી હતી. પરંતુ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. માતા અને દીકરીનું એક સાથે મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા અને દીકરીનું એક સાથે કરુણ મૃત્યુ : સ્કુટી પર સવાર માતા અને દીકરીને ટ્રક ચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, બંનેના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*