સ્ટંટ કરવો ભારે પડી ગયો…! યુવતી નશામાં કાર ચલાવી રહી હતી, યુવક કારનો ગેટ ખોલીને સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક બન્યું એવું કે – જુઓ વિડિયો…

Published on: 12:54 pm, Tue, 26 July 22

દેશમાં દિવસેને દિવસે ડિંગ એન્ડ ડ્રાઇવની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી રહી છે અને એક યુવક રસાની હાલતમાં બાજુની સીટનો દરવાજો ખોલીને બહાર લટકાઈ રહ્યો છે.

આ દરમિયાન નશાની હાલતમાં યુવતી કાર ડિવાઈડર ખુદાવીને સામેથી આવતી કારને જબરદસ્ત ટક્કર લગાવે છે. આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલી કારના ચાલકે તેના કેમેરામાં રેકોર્ડ કરી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ અકસ્માતની ઘટનાનો વિડીયો હિમાચલ પ્રદેશમાં સોલાન જિલ્લામાં જીબલી નજીકનો છે. વીડિયોમાં ચંદીગઢના નંબરની કાર દેખાઈ રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર પુર પર ઝડપે એક કાર જઈ રહી છે. આ કારમાં બેઠેલો એક યુવક દરવાજો ખોલીને બહાર લટકાયેલો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન કારચાલક યુવતી અચાનક કાર પરથી કાબુ ગુમાવે છે. જેના કારણે કાર રસ્તામાં ડિવાઈડર કૂદીને બીજી તરફના રસ્તા પર જતી કાર સાથે અથડાય છે. જેના કારણે કારમાં બેઠેલો યુવક કારમાંથી નીચે પડી જાય છે. સદનસીબે કોઈ પણ મોટી દુર્ઘટના બની નથી.

મળતી માહિતી અનુસાર કારચાલક યુવતી નશાની હાલતમાં કાર ચલાવી રહી હતી તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ પોલીસે વીડિયોને આધારે ત્રણ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્ટંટ કરવો ભારે પડી ગયો…! યુવતી નશામાં કાર ચલાવી રહી હતી, યુવક કારનો ગેટ ખોલીને સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક બન્યું એવું કે – જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*