સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ચાર બાળકોને પિતાનું કરુણ મોત… જુઓ મોતનો હચમચાવી દેનારો વિડિયો…

Published on: 3:29 pm, Mon, 24 April 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. રેલવે સ્ટેશન પરથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરના સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. રેલવે સ્ટેશન પર ઘણી વાર લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઘણા લોકો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે.

સુરતના ઉધના સ્ટેશન પર એક યુવક ઈસમ ઈમરાન ખાન તેના સંબંધિત માટે ટ્રેનમાં જગ્યા કરવા માટે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવા જતા ટ્રેન નીચે કપાઈને મોતને ભેટીયો હતો. ઇસમે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતા પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળેલી માહિતી અનુસાર મૃતક ઈસમ ઇમરાન ખાન ના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી સંબંધી ઘરે આવ્યા હતા. પ્રસંગ પત્યા બાદ તેમને રેલ્વે સ્ટેશન પર છોડવા માટે ઈસમ ઇમરાન ખાન ગયો હતો. સંબંધીને ટ્રેનમાં બેસવા માટે જગ્યા ની વ્યવસ્થા કરી આપવા માટે ઈસમ ઇમરાન ખાન ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

ચાલુ ટ્રેન એ ચડવાનો પ્રયાસ કરતા ટ્રેનની નીચે આવી જતા મોત નીપજ્યું છે, જ્યારે આ ઘટના વિશે પરિવારમાં જાણ થઈ ત્યારે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે બીજી તરફ ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, હાલ સુરતના રીંગ રોડ સ્થિત ઉમરવાડા વિસ્તારમાં રહેતા અને મૂળ જલગાવ નો વતની 33 વર્ષીય ઈમરાન ખાન ઈલાઈ ખાન પઠાણના ઘરે પ્રસંગ હતો.

તેથી ઘરે મહેમાનો આવ્યા હતા, તે દરમિયાન મહેમાનોને પરત મૂકવા માટે ઉધના રેલ્વે સ્ટેશન ગયો હતો. ત્યારે પ્લેટફોર્મ નંબર ત્રણ પર પારડી લોકલ મેમુ ટ્રેન આવી હતી,

ઇમરાન સંબંધી ની ટ્રેનમાં જગ્યા ની વ્યવસ્થા કરવા માટે ચાલુ ટ્રેનમાં જ ચડવાનો પ્રયાસ કરતો હતો. ચાલુ ટ્રેન એ ચડવાનો પ્રયાસ કરતા પગ લપસી જતા ટ્રેનની નીચે આવી ગયો હતો. ત્યારે ઇમરાન નો પગ ફસાઈ જતા કપાઈ ગયો હતો, આ તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ચાર બાળકોને પિતાનું કરુણ મોત… જુઓ મોતનો હચમચાવી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*