આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા વિડિયાઓ વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક વિડીયો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા માંથી સામે આવ્યો છે. જુનાગઢ જિલ્લામાં એક ગામમાં દીપડાએ કરેલા કૂતરાના શિકારની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
મેંદરડા તાલુકાના સાત વડલા ગામની શેરીમાં આરામ ફરમાવી રહેલા એક કુતરા પર દીપડો મોત બનીને ત્રાટક્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ દીપડો કુતરા નો શિકાર કરી ફરાર થઈ ગયો હતો. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાત વડલા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે શેરીના કૂતરાઓ આરામ ફરમાવી રહ્યા હતા.
ત્યારે અચાનક જ પાછળથી બિલ્લી પગે આવેલો દીપડો કુતરા પર મોત બનીને ત્રાટક્યો હતો. આ સમયે અન્ય કુતરાઓ આવી જતા દીપડો શિકારને મોઢામાં લઇઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. મેંદરડા તાલુકાના સાત વડલા ગામમાં બનેલી શિકારની આ ઘટના ગામમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી.
જે વાયરલ થતા લોકોમાં ડરનું માહોલ છવાયો છે, આ વિસ્તારમાં ફરી રહેલા દીપડાને વન વિભાગ પાંજરે પૂરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં અવારનવાર આવા ઘટનાના વિડીયો સામે આવતા હોય છે જેમાં જંગલના જાનવરો ગામમાં આવીને શિકાર કરીને જતા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો