2 બહેનોના લગ્નના એક દિવસ પહેલા અકસ્માતમાં ભાઈનું કરુણ મૃત્યુ, બહેનોની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠી…

Published on: 11:54 am, Mon, 10 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું તેના બે પિતરાઈ બહેનોના લગ્નના એક દિવસ પહેલા મૃત્યુ થયું છે. આ ઘટના બનતા ચારેય બાજુ માતમ છવાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના પાણીપત શહેરના સનૌલી રોડ પર કુરાદ ફાર્મ હાઉસ પાસે રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી.

આ અકસ્માતની ઘટના શંકા પદ સંજોગોમાં બની હતી. અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ યુવકો માંથી ડોક્ટરે એક યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને અશોકકુમાર નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેઓ નીબરી ગામના રહેવાસી છે. તેમના સ્વર્ગસ્થ ભાઈ રામફળની બે દીકરીઓ કોમલ અને જ્યોતિના સોમવારના રોજ લગ્ન છે. રવિવારના રોજ તેમનો ભાઈ શિવમ અને અન્ય બે યુવકો બહાર ગયા હતા.

તેઓ રવિવારના રોજ સાંજે લગભગ 7.45 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. ત્યારે સાંજે 8.10 વાગ્યાની તેમનો અકસ્માત થયો છે તેવી જાણ પરિવારના સભ્યોને થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં શિવમનું મૃત્યુ થયું હતું. જ્યારે હેમાંશુ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. પિતરાઈ બહેનના લગ્નના એક દિવસ પહેલા 18 વર્ષના ભાઈઓનું મૃત્યુ થતાં લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું. આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

હાલમાં સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના શંકાસ્પદ સંજોગોમાં બની હતી. શિવમ ત્રણ ભાઈ બહેનમાં મોટો હતો. શિવમ એક શોરૂમમાં કામ કરતો હતો અને તેના પિતા ખાનગી શાળામાં બસ ચલાવતા છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2 બહેનોના લગ્નના એક દિવસ પહેલા અકસ્માતમાં ભાઈનું કરુણ મૃત્યુ, બહેનોની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠી…"

Leave a comment

Your email address will not be published.


*