એક કાર ચાલકે રસ્તા પર ચાલીને જતા યુવકને હવામાં ઉડાડ્યો, પછી બન્યું કંઈક એવું કે… હિમ્મત વાળા લોકો જ વિડિયો જોજો…

Published on: 11:11 am, Mon, 10 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલક એક વ્યક્તિને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મેરઠમાં બની હતી.

રવિવારના રોજ આ અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિને alto કાર જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે તે વ્યક્તિ હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડ્યો હતો. ત્યારબાદ અલ્ટો કાર ચાલક તે વ્યક્તિના શરીર ઉપર કાર ચડાવી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક કારના પાછળના ટાયરમાં ફસાઈ જાય છે જેના કારણે તે કારની સાથે લગભગ 100 મીટર સુધી ઘસડાયો હતો. આ ઘટના બન્યા બાદ કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માત નો વિડીયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું નામ દિવ્યાંશ છે. તેને જણાવ્યું કે કાર ખૂબ જ સ્પીડમાં હતી અને કારની આગળની લાઈટ પણ બંધ હતી. કારની જોરદાર ટક્કરના કારણે હું રસ્તા ઉપર જ પડી ગયો હતો.

જેથી મેં જોરથી બૂમ પાડી હતી પરંતુ કારચાલક અટક્યો નહીં. તેને મારા શરીર ઉપર કાર ચડાવી દીધી હતી. દિવ્યાંશે જણાવ્યું કે મને ટક્કર માર્યા બાદ કારચાલકે બ્રેક ન મારી અને મારી ઉપર કાર ચડાવી દીધી. ત્યારબાદ કારચાલક ઘટના સ્થળેથી કાર લઈને ભાગી ગયો હતો. ત્યારે કોઈક બાઈક ચાલકે પોતાની બાઈક રોકી હતી અને મારી પાસે આવી પહોંચ્યો હતો.

આ ઘટના બનતા જ મારા મિત્રો પણ મારી પાસે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ મારા માતા-પિતા અને બહેન પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં દિવ્યાંશના પીઠના ભાગે ઇજા પહોંચી હતી. રવિવારના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના 8 ઓક્ટોબરના રોજ રાત્રે 8.45 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક કાર ચાલકે રસ્તા પર ચાલીને જતા યુવકને હવામાં ઉડાડ્યો, પછી બન્યું કંઈક એવું કે… હિમ્મત વાળા લોકો જ વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*