જમ્મુ-કાશ્મીરમાં 1200 ફૂટ ઉંડી ખીણમાં વાન ખાબકતા સુરતના બે બાળકોના પિતા સહિત 9ના કરૂણ મૃત્યુ, જાણો સમગ્ર ઘટના વિગતવાર

Published on: 2:57 pm, Thu, 26 May 22

લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલ પાસિંગ નજીક મંગળવારના રોજ રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક વાન ઊંડી ખીણમાં ખાબકતા 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ સમગ્ર સુરતમાં માતમ છવાઇ ગયો છે.

કારણ કે આ ઘટનામાં સુરતના 36 વર્ષિય યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર યુવકના મૃત્યુના કારણે બાળકો પિતા વગરના થઈ ગયા છે. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ અંકિત સંઘવી હતું.

અંકિત ટુર સંચાલક હતો. મળતી માહિતી અનુસાર જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે ઘટનાની જાણ થતા શ્રીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. શ્રીનગર પોલીસે અંગેજના ફોનમાં છેલ્લા ડાયલ કરવામાં આવેલા પરથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો અને આ દુઃખ દાયક ઘટનાની જાણ પરિવારને કરી હતી.

આ ઘટનાની જાણ થતા અંકિતનો ભાઈ અને તેના પિતા દિલ્હી જવા માટે રવાના થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં વાન 1200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી ગયું હતું. અકસ્માતના પગલે 9 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 20 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો અંકિત ટૂર સંચાલક હોવાના કારણે જમ્મુ કાશ્મીર તેમ જ અન્ય રાજ્યમાં જતો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં મૃતકો પૈકીના બે લોકો જમ્મુ-કાશ્મીરના છે.

જ્યારે બાકીના લોકો અન્ય રાજ્યના છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની તે દિવસે સાત લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને બુધવારના રોજ બીજા બે લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!