બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પુરપાટ ઝડપે બે બાઇક સામસામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, એક બાઇક ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 3:14 pm, Thu, 26 May 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક બાઇક ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું.

જ્યારે અન્ય બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ટક્કર થયા બાદ બાઇક ચાલક યુવક રોડ પર પડ્યો તો આ કારણોસર તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજા યુવકને સારવાર હાલમાં ચાલી રહી છે.

આ ગંભીર અકસ્માતની ઘટના બારણમાં બની હતી. અકસ્માતની ઘટના બની ત્યારે બંને યુવકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ રાત્રીના સમયે બની હતી. અકસ્માતની ઘટનામાં 30 વર્ષીય મુકેશ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બંને બાઈક પુરપાટ ઝડપે માં હતી.

મુકેશના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મુકેશના મૃત્યુના કારણે બે બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. મુકેશને એક 7 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો છે. મુકેશ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!