સુરતમાં ST બસની ટક્કરના કારણે 17 વર્ષીય પાટીદાર યુવકનું કરૂણ મૃત્યુ, યુવકનું મૃત્યુ થતાં સમગ્ર પાટીદાર સમાજમાં માતમ છવાઇ ગયો…

Published on: 11:38 am, Thu, 2 June 22

સુરત શહેરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ-12ના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર સુરતના સીમાડા નાકા નજીક લાઈવ બ્રિજ પર પૂરપાટ ઝડપે પસાર થતી ST બસચાલકે પાસોદરાના એક વિદ્યાર્થીને અડફેટેમાં લીધો હતો.

આ અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં પાસોદરા ઓમ ટાઉનશીપ ખાતે રહેતો 17 વર્ષીય જેનીલ સાવલિયાનું મૃત્યુ થયું છે. જેને લસકાણાની સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત જેનીલ અભ્યાસની સાથે સાથ પિતાને પરિવારના ગુજરાત જ લાવવામાં પણ મદદરૂપ થતો હતો.

મળતી માહિતી અનુસાર જેનીલ નાઈટ પાળીમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. મંગળવારના રોજ રાત્રે જેની પોતાની બાઇક લઇને કારખાને જવા માટે નીકળ્યો હતો. ત્યારે સીમાડા નાકા પાસે બ્રિજ પરથી પસાર થતી વખતે પુરપાટ ઝડપે જતી એસટી બસે જેનીલ બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં જેનીલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જેનીલના મોબાઈલ માંથી મળી આવેલા નંબરના આધારે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થયા બાદ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જેનીલ મૃતદેહ જોઈને જેનીલના માતા-પિતા ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને કાપોદ્રા પોલીસે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!