પત્નીના બીજા લગ્નની માહિતી મળતા તણાવમાં આવીને પતિએ પોતાનું જીવન ટુંકાવ્યું, પતિએ સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

Published on: 2:18 pm, Thu, 2 June 22

છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના ઈન્દોરમાં બની હતી. અહીં એક નોકરિયાત વ્યક્તિની પત્ની તેને છોડીને બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે યુવક ખૂબ જ તણાવમાં આવી ગયો અને તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા યુવક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

સુસાઇડ નોટમાં યુવકે એક નંબર લખ્યો હતો અને કહ્યું હતું કે, આ નંબર પર મારા મૃત્યુના સમાચાર આપજો. પોલીસે આ નંબર પર કોલ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ નંબર મૃત્યુ પામેલા યુવકની પત્નીનો હતો. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર 2018માં ઉમેશ નામના વ્યક્તિએ ઉજ્જૈનની રેણુ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના એક વર્ષ બાદ બંને વચ્ચે વિવાદ શરૂ થઈ ગયા હતા. વિવાદોના કારણે રેણુ પોતાના ઘરે ચાલી ગઇ હતી. થોડાક સમય બાદ પરિવારના સભ્યોએ મળીને રેણુના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દીધા હતા. મળતી માહિતી અનુસાર ત્યારે ઉમેશ ઇન્દોર આવ્યો હતો અને પોતાના કામ પર લાગી ગયો હતો. એટલું જ નહીં પરંતુ લગ્ન પહેલા રેણુએ ઉમેશ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને ઉમેશના પિતાએ જણાવ્યું કે, જ્યારે હું કામ પરથી ઘરે પરત આવ્યો. ત્યારે ઘરે ઉમેશ મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ઉમેશની ઉંમર 35 વર્ષની હતી અને ઉમેશને બુધવારના રોજ આ પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર ઉમેશના પિતા સવારે કામ અર્થે બહાર ગયા હતા.

ત્યારે તેઓ બપોરે ઘરે પરત ફર્યા ત્યારે ઉમેશ મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ ઉમેશના પિતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી અને પોલીસને તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવ્યું હતું.

જેમાં ઉમેશ લખ્યું હતું કે મારા મૃત્યુ બાદ આ નંબર પર ફોન કરીને મારા મૃત્યુની જાણ આપજો. મળતી માહિતી અનુસાર લગભગ એક મહિના પહેલા ઉમેશને પોતાની પત્નીના બીજા લગ્નની માહિતી મળી હતી. જેના કારણે ઉમેશ ખૂબ જ તણાવમાં આવી ગયો હતો. તણાવમાં આવીને ઉમેશે આ પગલું ભરી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!