પુરપાટ ઝડપે આવતા એક ટ્રેકટરચાલકે સાયકલ સવારને લીધો અડફેટેમાં, સાઇકલચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – જુઓ સીસીટીવી ફૂટેજ

Published on: 5:31 pm, Fri, 4 March 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતની ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણી વખત અકસ્માતમાં આખાને આખા પરિવારોએ પોતાના જીવ ગુમાવ્યા આવશે. ત્યારે હાલમાં રાજસ્થાનમાં બનેલી રૂવાટા ઉભા કરી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં એક સાઈકલ ચાલક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાજસ્થાનના બાડમેરમાં પુરપાટ ઝડપે જતા એક ટ્રેકટર ચાલકે સામેથી આવતા સાયકલ ચાલકને અડફેટેમાં લીધો હતો.

આ ઘટનામાં સાયકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં. પરંતુ મૃત્યુ પામેલા યુવકોના પરિવારજનોને વળતર આપવાની પણ માંગ કરી હતી.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. લોકોના ટોળાએ રસ્તો બંધ કરી દીધો હતો પોલીસે લોકોને સમજાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયું હતુ. ઘટનાની જાણ હતી પામેલા યુવાનોના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુરપાટ ઝડપે આવતા એક ટ્રેકટરચાલકે સાયકલ સવારને લીધો અડફેટેમાં, સાઇકલચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – જુઓ સીસીટીવી ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*