આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહત્વના મુદ્દાઓ ને લઈને કરશે રાષ્ટ્રજોગ સંબોધન

186

કોરોનાના વિકટ સમય દરમ્યાન ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટરમાં ટ્વીટ કરીને જાણકારી આપી છે.પ્રધાનમંત્રી મોદી ના રાષ્ટ્રને સંબોધન માં શું હોઈ શકે તેને લઈને ફરી લોકો વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી કોરોનાવાયરસ ના સંકટ વચ્ચે સતત લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી રહ્યા છે આ ઉપરાંત મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે.

જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં.પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના મહામારીમાં દેશની સ્થિતિ શું છે તે બાબતે બોલી શકે છે. આ ઉપરાંત ચીન સરહદે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ સંબોધન હોઈ શકે છે.કોરોના મહામારી અને રસીને લઈને પણ મુદ્દો સંબોધનમાં હોઈ શકે.

ચૂંટણીની મોસમમાં નાગરિક કેવી રીતે સલામતી જાળવવી તેના વિશે પણ વાતચીત કરી શકે છે. કોરોના કાળ દરમિયાન દેશની આર્થિક પરિસ્થિતિને લઈને પણ પ્રધાનમંત્રી મોદી વાત કરી શકે છે.

ખેડૂતોના ત્રણ કાયદાઓ વિશે પણ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!