આજે ફરી એક વખત સોનાના ભાવમાં થયો વધારો, જાણી લ્યો આજનો ભાવ…

Published on: 12:32 pm, Wed, 7 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજરોજ સોનાના ભાવમાં પણ વધારો થયો. મળતી માહિતી મુજબ આજે સોનાના ભાવમાં 0.15 ટકા વધીને 47800 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.

ઉપરાંત પ્રતિ કિલો ચાંદીનો ભાવ 69505 રૂપિયા થઈ રહ્યો છે. સોનાના ભાવમાં વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં 0.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસ કરતાં આજરોજ સોનાનો ભાવ 1,500 રૂપિયા વધી ગયો છે.

દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 50560 રૂપિયા છે. ચેન્નઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 49250 રૂપિયા છે. કોલકાતામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 49760 રૂપિયા છે. મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47760 રૂપિયા છે.

હૈદરાબાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48710 રૂપિયા છે. જયપુરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 50560 રૂપિયા છે. ઉપરાંત અત્યાર સુધીમાં સોનાનો સૌથી ઊંચો ભાવ august 2020 માં થયો હતો.

ત્યારે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયા પહોંચ્યો હતો. ત્યારથી અત્યાર સુધીનો ભાવ જોઈએ તો અંદાજિત 9000 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાના ભાવ આ દિવસે ને દિવસે વધતી જતી રહે છે.

સોનાની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર તરફથી એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS CARE APP થી ગ્રાહક સોનાની શુદ્ધતા ચેક કરી શકે છે. ઉપરાંત એપ્લિકેશનમાં સોનાની શુદ્ધતા તો ચેક કરી શકો છો.

પરંતુ જો શુદ્ધતાને લઈને કોઈ ફરિયાદ હોય તો તે પણ નોંધાવી શકો છો. ઉપરાંત LICENCE, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!