ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી છે. રાજકીય પક્ષોએ અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલ સાથે ચાલતું રહે તે માટે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના બંગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને મળ્યા હતા.
આજરોજ સવારે 10 વાગે પાટીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના બંગલે પહોંચ્યા હતા. ઉપરાંત ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.
આ ઉપરાંત આ બંને નેતા એ સી.આર.પાટીલ ને કડક સૂચના આપી હતી કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ જમાવી શકશે.
આ માહિતી સુત્રો અનુસાર જાણવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું જણાવ્યું છે કે હજુ પણ વિજય રૂપાણી અને સી.આર.પાટિલ એકબીજાને હરીફ માને છે.
તે દરમિયાન આ બંને નેતાઓ વચ્ચે થયેલી બેઠકના કારણે કદાચ તેઓ સાથે છે. તેવું દેખાડવા ના પ્રયત્નો કરી રહ્યા છે. આ બેઠકમાં તેમને કયા મુદ્દા પર ચર્ચા કરી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
ઉપરાંત આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં થનારી આઇપીએસ અધિકારીઓની બદલી અંગે પણ વાતચીત કરી હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!