ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને બીજી લહેર માં ઘણા બાળકો એ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તેવા બાળકોને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ સહાય વિતરણ કરશે. આ સહાય માં 776 થી વધુ બાળકો ની નોંધણી થઈ ગઈ છે.
આ સહાયની રકમ બાળકોના એકાઉન્ટ અથવા તો ગાડીયનના એકાઉન્ટમાં રકમ જમા કરવામાં આવશે. જે બાળક માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
તે બાળકને 4000 ની માસિક સહાય રાજ્ય સરકાર તરફથી અપાશે. બાળકે જ્યારથી પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારથી જ તેને આ સહાયનો લાભ મળશે.
રાજ્યમાં ગાંધીનગરમાં કોરોના ના કારણે 175 બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જેમાં 139 બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે અને 25 બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.
અને 12 બાળકોએ માતા અને પિતાની બન્નેની છત્રછાયા ગુમાવી છે. ઉપરાંત ગાંધીનગર ખાતે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં કેબિનેટ બેઠકનું આયોજન થયું છે.
આ બેઠકમાં ગ્રામીણ રોજગારી મુદ્દે પણ ચર્ચા થશે ઉપરાંત સિંચાઈના મુદ્દે પણ ચર્ચા થશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારમાં વિકાસના કામ મુદ્દે પણ ચર્ચા થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!