આજે ખેડૂતો, પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મીઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે : ઇસુદાન ગઢવી

Published on: 11:18 am, Sat, 17 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનની પોલ ખૂલી ગઈ છે અને ગાંધીનગરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પૂર્વ સૈનિકો આંદોલન કરી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. વિવિધ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન

યોજનાને લઈને આંદોલન કરી રહ્યા છે તથા આઉટસિંગ કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે એ તબક્કે હાલ ગુજરાતમાં દરેક વર્ગના આંદોલન ચાલી રહ્યા છે.કારણ કે 27 વર્ષથી ભાજપ સરકારે કામ કરવું જોઈએ એ કામ નથી કર્યું અને માથાને માત્ર પોતાની પાર્ટી નો વિકાસ કર્યો છે અને કમલમ નો વિકાસ કર્યો છે તેઓ આક્ષેપ ઈશુદાન ગઢવી

દ્વારા લગાડવામાં આવ્યો હતો. ભાજપના કમલમના કાર્યાલયો કરોડો રૂપિયામાં બંને અને ફંડ ઉઘરાવવાનું કામ કર્યું એના કારણે સામાન્ય અને ગરીબ વર્ગ મધ્યમ વર્ગ નોકરિયાત વર્ગ ખેડૂત વર્ગ પરેશાન થઈ ગયો છે ના કારણે ગાંધીનગરમાં વિવિધ આંદોલન થઈ રહ્યા છે અને ભાજપ સરકારની 27 વર્ષના શાસનની મોડેલ ખુલ્લું પડ્યું છે ને આ ભાજપ સરકારની નિષ્ફળતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આજે ખેડૂતો, પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મીઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે : ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*