Viral video, The young man saved 25 dogs: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે અથવા તો ઘણા વિડીયો આપણું મન વિચલિત કરી નાખતા હોય છે. મિત્રો આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ હંમેશા લોકોની મદદ કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જતી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ.
આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં નાખીને ધાબા ઉપર ફસાયેલા કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો આ વ્યક્તિના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ ઊંચાઈથી ખૂબ જ ડરતો હતો.પરંતુ તેમ છતાં પણ તે પોતાના ડરને પાછળ છોડીને મુશ્કેલીમાં પડેલા કૂતરાની મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં નાખીને કૂતરાને બચાવવાના પ્રયાસો કરે છે. જાણવા મળી રહ્યું છે કે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી,
જ્યાં ઘણા બધા કૂતરા ફસાઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ હિંમત બતાવી અને રેલિંગની મદદથી બિલ્ડીંગના છત પર ચડી જાય છે.પછી ત્યાં હાજર કુતરાઓનો જીવ બચાવી લે છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિએ 25 કૂતરાઓનો જીવ બચાવ્યો છે.
આ વ્યક્તિએ પોતાના જીવની પરવા કર્યા વગર બિલ્ડિંગના છત પર ચડ્યો હતો અને કુતરાઓનો જીવ બજાવ્યો હતો. વાયરલ થયેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર goodnews_movement નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ વિડીયો અત્યાર સુધીમાં 30 લાખથી પણ વધારે લોકો એ જોયો છે. આ ઉપરાંત બે લાખથી પણ વધારે લોકો એ વીડિયો અને લાઈક કરી છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કૂતરાઓની મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં નાખેલા યુવકના વખાણ કરી રહ્યા છે અને યુવકના કામને દિવસે સલામ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment