ગૌ માતાની રક્ષા કરવા આ વ્યક્તિ પોતાના જીવની પરવાહ કર્યા વગર ખૂંખાર સિંહની સામે લડી પડ્યો… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લેજો આ વિડીયો…

Published on: 2:42 pm, Mon, 24 April 23

સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાયને બચાવવા માટે એક વ્યક્તિએ કોઈપણ જાતના ડર વગર સિંહ સાથે લડાઈ કરી હતી. સિંહે તેને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે માણસ કોઈ પણ જાતના ડર વગર હાથમાં લાકડી લઈને સિંહ તરફ દોડ્યો.

વાયરલ વીડિયો જોયા બાદ લાગે છે કે સિંહ ડરીને ભાગી ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગાય ઝડપ થી વ્યક્તિ તરફ દોડતી જોવા મળે છે. ગાયને ઝડપથી દોડવા પાછળનું કારણ તેની પાછળ સિંહ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે આ વ્યક્તિ ગાયની સુરક્ષા કરવા માટે લાકડી લઈને બહાર આવે છે અને સિંહ તરફ જાય છે. તે લાકડી થી સિંહને ડરાવવાનો પણ પ્રયત્ન કરે છે, જેના કારણે સિંહ ત્યાંથી ભાગી જાય છે અને આ વીડિયોમાં એક બકરી અને બે ગાય માણસ પાસે આવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વિડીયો કોઈના ઘર કે ગૌશાળા નો છે. જ્યાં ઘણી બધી ગાયો હતી અને અચાનક એક સિંહ દેખાયો, જે બાદ તે વ્યક્તિ નિર્ભર થઈને ગાયોના રક્ષણ માટે સિંહ સાથે લડવા લાગ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by WildLife Tube📺 (@wildlife.tube)

આ વિડીયો અંગે લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને યુઝર્સ દ્વારા આ વ્યક્તિના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તેમણે જે રીતે કોઈપણ ડર વિના ગાયોની રક્ષા કરી તે બદલ તેમની પ્રશંસા થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગૌ માતાની રક્ષા કરવા આ વ્યક્તિ પોતાના જીવની પરવાહ કર્યા વગર ખૂંખાર સિંહની સામે લડી પડ્યો… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લેજો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*