વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના, હવામાન વિભાગે કરી મોટી આગાહી

એક અઠવાડિયાના વિરામ બાદ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર ને દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતાઓ સેવાય રહી છે. હવામાન વિભાગના મતે 13 સપ્ટેમ્બરે લો – પ્રેશર સક્રિય થશે. જેના કારણે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે અને ત્યાર બાદ વરસાદનું જોર વધશે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.રાજ્યમાં દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 12 મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ,જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉક” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*