Three youths died in an accident in Surat: સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે બનેલી વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત(Surat) જિલ્લાના વિહાનથી ટીંબા ગામ(Timba village) તરફ જતા રોડ ઉપર આ ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર બાઈક અને ડમ્પર વચ્ચે ટક્કર થતા અકસ્માતની(Three youths died in accident) ઘટના બની હતી.
આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ત્રણેય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે લઈ જાય તે પહેલાં તો ત્રણેયનું મોત થઈ ગયું હતું.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ભરૂચના પાનોલીના વતની વિજય વસાવા, અનિલ વસાવા અને વિપુલ વસાવા જાણે બાઈક પર સવાર થઈને ટીંબા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર ત્રણેય યુવકો એક ડમ્પરની અડફેટેમાં આવી ગયા હતા. અકસ્માતની ઘટનામાં વિજય, વિપુલ અને અનિલનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.
અકસ્માતની ઘટના બન્યા બાદ શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી ઉઠી હતી, જેના કારણે ડમ્પર સળગી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતની ઘટના બની આબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે ડમ્પરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ભયંકર અકસ્માતની ઘટના આજરોજ 11:00 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનામાં ત્રણ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્રણેયના મૃત્યુના સમાચાર મળતા જ ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment