એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીને કિલ્લા ઉપર લઈ ગયો, પછી ત્યાં તેની સાથે કંઈક એવું કર્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉડશે…

Published on: 6:29 pm, Fri, 23 June 23

Maharashtra, Darshana Pawar Murder in Rajgarh fort: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પ્રેમમાં પાગલ બનેલા મિત્રએ એક યુવતી સાથે એવું કર્યું કે સાંભળીને કાળજુ કંપની ઉઠશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજથી દસ દિવસ પહેલા મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન(MPSC) ટોપર દર્શના પવાર(Darshana Pawar Murder Case) નામની યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. બુધવારના રોજ મોડી રાત્રે પોલીસે મૃત્યુ પામેલી યુવતીના એક મિત્રને પકડી પાડ્યો હતો.

કોચિંગ સેન્ટરે 10 જૂને દર્શનાને સન્માનિત કરવા પુણે બોલાવી હતી.

જેનું નામ રાહુલ છે. રાહુલની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કરી અને જણાવ્યું કે, 12 જૂનના રોજ રાજગઢ જિલ્લામાં તેને યુવતીનો જીવ લઈ લીધો હતો અને પછી પહાડ ઉપરથી તેના મૃતદેહને નીચે ફેંકી દીધું હતું.આરોપી રાહુલે જણાવ્યું કે દર્શનાના પરિવારના સભ્યોએ તેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી દીધા હતા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ રાહુલ દર્શના સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો.

દર્શનાના મૃતદેહથી 50-60 મીટરના અંતરે તેના શૂઝ, ગોગલ્સ અને મોબાઈલ મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 26 વર્ષની દર્શના MPSCમાં રાજ્યમાં ત્રીજા ક્રમે આવી હતી. તેની વન વિભાગમાં રેન્જર તરીકે પસંદગી થઈ હતી. આ સફળતા પર કોચિંગ સેન્ટર એ દર્શના ને 11 જૂનના રોજ બોલાવી હતી. જેથી દર્શના 9 જૂનના રોજ પુણે પહોંચી ગઈ હતી અને અહીં તે પોતાના મિત્રના ઘરે રહેતી હતી. ત્રણ દિવસ પછી એટલે કે બાર જૂનના રોજ દર્શનાએ તેના પરિવાર અને મિત્રોને કહ્યું હતું કે તે રાજગઢ કિલ્લાની મુલાકાતે જવાની છે.

આરોપી રાહુલ સાથે બાઇક પર દર્શના. બંને બાઇક દ્વારા કિલ્લા સુધી પહોંચ્યાં હતાં. આ ફોટો સીસીટીવીમાં કેદ થયો હતો.

રાજગઢ કિલ્લા પર પહોંચ્યા ના લગભગ બે કલાક બાદ દર્શના નો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્યાર પછી પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં દીકરીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સાત દિવસ પછી પોલીસને 19 જૂન ના રોજ રાજગઢ કિલ્લાની તળેટીમાંથી દર્શના નું મૃતદેહ મળ્યું હતું. દર્શના ના મૃતદેહથી લગભગ 50 મીટર દૂર તેના ચશ્મા, ચંપલ અને મોબાઈલ મળ્યા. ત્યારબાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

પુણે જિલ્લામાં રાજગઢ કિલ્લો. અહીં જ રાહુલે દર્શનાની હત્યા કરી લાશ નીચે ફેંકી દીધી હતી.

જ્યારે જાણવા મળ્યું કે દર્શના રાહુલ નામના વ્યક્તિ સાથે અહીં જિલ્લા પર પહોંચી હતી. કેટલીક સીસીટીવી ફૂટેજ માં બંને બાઈક પર સાથે કિલ્લા તરફ જતા નજરે પડી રહ્યા છે. ત્યારબાદ પોલીસે રાહુલની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે રાહુલ બાર જૂનથી ગુમતો અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. રાહુલના પરિવારજનો એ પણ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે બુધવારના રોજ પોલીસે રાહુલની ધડકડ કરી લીધી હતી અને તેની કડક પૂછપરછ કરી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી રાહુલ દર્શના ને પ્રેમ કરતો હતો અને તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પરંતુ દર્શનાના લગ્ન બીજે નક્કી થઈ ગયા હતા આ કારણસર રાહુલે તેનો જીવ લઈ લીધો તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીને કિલ્લા ઉપર લઈ ગયો, પછી ત્યાં તેની સાથે કંઈક એવું કર્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉડશે…"

Leave a comment

Your email address will not be published.


*