ત્રણ બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા : વડોદરામાં મોર્નિંગ વોક કરીને ઘરે જઈ રહેલા, બાઈકચાલકનું કારની અડફેટે આવતા થયું કરૂણ મૃત્યુ…

Published on: 6:49 pm, Tue, 15 February 22

વડોદરામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના કમાટીબાગમાં મોર્નિંગ વોક કરીને પોતાની બાઈક લઈને ઘરે જઈ રહેલા વ્યક્તિનું કોઠી ચાર રસ્તા પાસે કારની અડફેટે આવતા થયું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના આજવા રોડ 212, ધનાની પાર્ક 3, મેમન કોલોનીમાં રહેતા અને આજવા રોડ પર મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવતા ઈકબાલભાઈ યુસુફભાઈ મેમનનું આ અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે.

તેમની ઉંમર 46 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તેઓ સવારમાં કમાટીબાગમાં મોર્નિંગ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. કોઠી ચાર રસ્તા પાસે ઓલપાડમાં આવી રહેલી GJ 06 PA 0474 નંબરની કારમાં ઈકબાલભાઈ અડફેટેમાં આવી ગયા હતા.

આ અકસ્માતની ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ઈકબાલભાઈ નું કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરિવારને ઈકબાલ ભાઈના મૃત્યુની જાણ થતા પરિવારજનોએ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે આ ઘટના બનતા જ કોઠી વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

મૃત્યુ પામેલા ઈકબાલભાઈ ના ભાઈએ જણાવ્યું કે, તેમના પરિવારમાં એક મહિનામાં પરિવારમાં મૃત્યુનો ત્રીજો બનાવ છે. ઈકબાલભાઈના મૃત્યુના કારણે ત્રણ બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Be the first to comment on "ત્રણ બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા : વડોદરામાં મોર્નિંગ વોક કરીને ઘરે જઈ રહેલા, બાઈકચાલકનું કારની અડફેટે આવતા થયું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*