ભાજપમાં રહીને ગદ્દારી કરનારાઓ હવે પાટીલ ભાવુ ના ટાર્ગેટ પર, સાહેબ નો એક્શન પ્લાન

Published on: 10:20 am, Sat, 29 August 20

પાર્ટી ની શિસ્ત ના માનીને મેન્ડેટ વિરુધ્ધ મતદાન કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એક જ ઝાટકે સસ્પેન્ડ કરી દીધા બાદ હવે પાટીલ પાર્ટી માં જ રહીને પાર્ટીના જ ઉમેદવારોને હરાવનાર લોકો સામે કોરડો વીંઝવા જઈ રહ્યા છે.

પાછલી ચૂંટણીઓમાં પક્ષમાં રહીને જ ભાજપના ઉમેદવારોને હરાવ્યા છે તેમની હવે ખેર નથી. આવલો કોઈની ને સાફ કરવા માટે હવે પાટીલ છેલ્લી ત્રણ ચૂંટણીમાં હારેલા ઉમેદવારો ને હવે મળવાના છે.

બુધવારે પાર્ટીના બેઠક કમલમ પર યોજવા જઇ રહ્યા છે. જેમાં પાર્ટીના હારેલા મંત્રીઓ અને ઉમેદવારો હાજર રહેશે.આ બેઠકમાં શંકર ચૌધરી, રમણીકલાલ વોરા, આત્મારામ પરમાર, દિલીપ સંઘાણી, રજની પટેલ, જગ રૂપસિંહ રાજપૂત , ભરત બારોટ સહિતના વરિષ્ઠ અને ભૂતપૂર્વ કક્ષાના નેતાઓ તથા હારેલા ધારાસભ્યો હાજર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!