પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન નું મોટું નિવેદન, ભારતના કારણે પાકિસ્તાન બરબાદ થઈ જશે…

192

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ચેતવણી આપી છે કે, જો એફએટીએફ અથવા ફાઇનાન્સિયલ એક્શન તાસ્ક ફોર્સ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ માં મૂક્યું તો ફુગાવાના કારણે પાકિસ્તાની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે અને પાકિસ્તાન ના રૂપિયા મોટો ઘટાડો થશે. એક ખાનગી ન્યૂઝ ચેનલ તરફથી ઇમરાન ખાને કહ્યું કે, જો પાકિસ્તાનને એફએટીએફ બ્લેક લિસ્ટ માં મુકાશે તો કોઈપણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા આપણી સાથે વ્યવહાર નહીં કરે.

છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન એફએટીએફ ગ્રે લિસ્ટમાં છે.નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા સુધારવા અને આંતકવાદના ભંડોળ પર કાર્યવાહી કરવા માટેના પ્રતિબધ્ધતા ઓને પરિપૂર્ણ કરવા માટે તેણે ઘણી મુદત આપવામાં આવી છે. જોકે પાકિસ્તાન હજી પણ આ માટે ભારતને દોષી ઠેરવે છે. આ બાબતે પણ ઇમરાન ખાને ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

ઇમરાન ખાન નું કહેવું છે કે, ભારત પાકિસ્તાનને બ્લેક લિસ્ટ માં સમાવેશ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યું છે. તેમને કહ્યું તો અમને બ્લેકલિસ્ટ થયા તો પાકિસ્તાન નો નાશ પામશે અને તેમ કરવાનો પ્રયાસ ભારત કરી રહ્યો છે. અમને બ્લેક લિસ્ટ માં કોણ મૂકવા માગે છે?તે ભારત છે.છેલ્લા બે વર્ષથી ભારત પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં સામેલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકત્રિત કરી રહ્યું છે.