કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીના આયોજન સંદર્ભે બહાર પાડેલી માર્ગદર્શિકાને લઇને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એ પોતાની યાદી બહાર પાડી છે.આ યાદી અનુસાર ચૂંટણી સભામાં ભાષણ સાંભળવા આવનાર શ્રોતાઓ ની ભીડ થાય અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાઈ તો તેઓ દંડને પાત્ર ગણાશે.
આ માર્ગદર્શિકા અનુસાર ઉમેદવાર ઘરે-ઘરે અન્ય ચાર વ્યક્તિઓ સાથે રહીને પ્રચાર કરી શકશે. આ ઉપરાંત રોડ શો માટે પાંચ જ વાહનો વચ્ચે ચોક્કસ અંતર રાખીને જવું તથા પ્રચાર સભામાં મેદાન કે સ્થળની ક્ષમતા નક્કી કરે તેટલા જ પ્રમાણમાં લોકો આવવા દેવા માટે પોલીસ અને અન્ય અધિકારીઓ એ વ્યવસ્થા કરવાની રહેશે.
જો સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય અને વધુ ભીડ ભેગી થાય તો આઇપીસીની 188 કલમ હેઠળ દંડની વાત પણ કરવામાં આવી છે. જોકે આ દંડ રેલીના આયોજકોને કરવો તેવી સ્પષ્ટતા નથી તેથી ભીડમાં બેસેલા શ્રોતા ને જ દંડિત કરવામાં આવશે. નવાઈની વાત એ છે કે દુકાન પર ભીડ થાય તો માલિકને દંડ નારી ભાજપ સરકારના ઘર ના નિયમો ભયંકર છે. જેમાં સ્પષ્ટ સાબિત થાય છે કે આ નિયમો માત્ર પ્રજાને જ પાલન કરવાના.
આ ઉપરાંત ચૂંટણી કામમાં રોકાયેલા સરકારી કર્મચારી ઉપરાંત વધુ વયના વૃદ્ધ ,દિવ્યાંગ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો, કોરોના દર્દીઓ, કે શંકા સ્પડ સ લોકો પોસ્ટલ બેલેટ થી મત્ નાખી શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉક” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!