આ યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા 1,03,000 લઈને કબરાઉ ધામમાં પહોંચ્યો… પછી અહીં બિરાજમાન મણીધર બાપુએ યુવકને કાંઈક એવું કહ્યું કે…

Published on: 10:36 am, Sat, 2 December 23

માં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણે આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે. જો કોઈ પણ ભક્ત સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે તો માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે.

દેશ-વિદેશથી લોકો પોતાની માનતા પૂરી કરવામાં મોગલના ચરણમાં આવે છે. માતાજીએ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.

મિત્રો કચ્છમાં બેઠેલી માં મોગલ ના પરચા વિશે તો તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત સાંભળતા જ હશો. ત્યારે અહીં પોતાની માનતા પૂરી કરવા આવેલા એક યુવકની આજે આપણે વાત કરવાના છીએ. એક વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવી પહોંચ્યો હતો.

અહીં તેને માં મોગલના અને મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. પછી બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી..? ત્યારે યુવકે બાપુને જણાવ્યું કે, ઘણા સમયથી તેનું મકાન વેચાતું ન હતું. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મકાન લેવા કોઈ રાજી ન હતો.

જેના કારણે તેને માં મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો હતો. પછી થોડાક જ સમયમાં તે વ્યક્તિનું મકાન વેચાઈ ગયું હતું. પોતાની માનતા પૂર્ણ થતા વ્યક્તિ માનતા પૂરી કરવા માટે 1,03,000 લઈને કબરાઉ ધામ પહોંચી આવ્યો હતો.

પછી તો મણીધર બાપુએ યુવક પાસેથી તે રૂપિયા લઈ લીધા હતા અને તેમાં એક રૂપિયો ઉમેરીને પૈસા યુવકને પાછા આપી દીધા હતા અને કહ્યું હતું કે માં મોગલે તારી માનતા 10 ગણી સ્વીકારી લીધી છે. આ રૂપિયા તારી બહેનને આપી દેજે માં મોગલ રાજી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા 1,03,000 લઈને કબરાઉ ધામમાં પહોંચ્યો… પછી અહીં બિરાજમાન મણીધર બાપુએ યુવકને કાંઈક એવું કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*