માત્ર છ ચોપડી ભણેલી આ મહિલા ગીર ગાયના દૂધમાંથી અલગ-અલગ પ્રકારની વસ્તુઓ બનાવીને…કમાય છે હજારો રૂપિયા…

Published on: 10:48 am, Thu, 15 February 24

હાલમાં તો જમાનો બદલાઈ રહ્યો છે. હવે મહિલાઓ પણ પુરુષોની જેમ ભણી ગણીને હરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આટલો જ નહીં પરંતુ હવે મહિલાઓ ખેતી ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. ગુજરાતની અનેક મહિલાઓ હાલમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે.

ત્યારે આજે આપણે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી એક આત્મનિર્ભર મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલા પશુપાલનનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. આ બેન નું નામ વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી છે અને તેઓ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવી હળિયાદ ગામના રહેવાસી છે.

વર્ષાબેન ગીર ગાયના દૂધમાંથી પેંડા, માવો અને શ્રીખંડ બનાવીને મહિને 20,000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વર્ષાબેનની ઉંમર 43 વર્ષની છે અને તેમને ધોરણ છ સુધીનો અભ્યાસ કર્યો છે. 2022 માં તેમને પોતાના નિવાસ્થાને ચાર ગાય રાખી હતી અને પછી તેના દૂધમાંથી પેંડા બનાવવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ તેમને શ્રીખંડ અને માવો બનાવવાનું પણ શરૂ કર્યું હતું. આજે તેઓ મહિને લગભગ 20,000 રૂપિયા જેટલાની કમાણી કરી રહ્યા છે. વર્ષાબેન પાસે ચાર ગીર ગાય છે અને આ ગાયો આશરે 20 થી 25 લીટર દૂધ આપે છે.

ગાયના દૂધમાંથી વરસાબેન અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરે છે અને પછી સુરત, અમદાવાદ, જુનાગઢ અને નવસારી જેવા શહેરોમાં પોતાની બનાવેલી વસ્તુ વેચે છે. તેઓ મહિને 20 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયા કમાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માત્ર છ ચોપડી ભણેલી આ મહિલા ગીર ગાયના દૂધમાંથી અલગ-અલગ પ્રકારની વસ્તુઓ બનાવીને…કમાય છે હજારો રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*