લીધી રે વિદાયુ બગદાણા ધામ થી..! બગદાણા ધામના પરમ પૂજ્ય શ્રી મનજી દાદા વસંત પંચમી ના દિવસે ગુરુચરણ પામ્યા,આજે બપોરે 3 વાગે…

Published on: 10:45 am, Thu, 15 February 24

ગઈકાલે વસંત પંચમીના દિવસે બગદાણા થી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે તે પરમ પૂજ્ય સદગુરુ દેવસી બજરંગદાસ બાપાના સેવક અને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી પરમ પૂજ્ય મનજી દાદાએ અંતિમ શ્વાસ લીધા હતા અને તે પરમશક્તિ પરમાત્મા વિલીન થઈ ગુરુચરણ પામ્યા છે.

આ સમાચારથી તમામ ભક્તો શોક મગ્ન થઈ ગયા છે અને મંજી દાદા ગુરુ આશ્રમમાં સેવા કાર્યમાં સંપૂર્ણ સમર્પિત હતા અને તેમના નેતૃત્વ હેઠળ જ આશ્રમમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી શક્યું અને તેમનો દયાળુ સ્વભાવ અને સેવા ભાવનાથી તેઓ દરેકના પ્રિય હતા.

પૂજ્ય મનજી દાદા ના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે મૂક્યા છે અને આજરોજ બપોરે ત્રણ વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે અને મનજીદાદા એ પોતાનું જીવન બગદાણા ધામને સમર્પિત કરીને વસંત પંચમીના પાવન દિવસે ગુરુચરણ પામ્યા છે અને તેમની વિદાય અણધારી છે

પરંતુ તેઓએ પોતાના જીવનકાળમાં પૂજ્ય બજરંગદાસ બાપુ નો અઢળક રાજીપો મેળવ્યો છે.મનજી દાદાએ એ તો બાપાની સેવા કરતા કરતા બાપાના ચરણે પહોંચી ગયા ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા અનેક સત્કાર્ય થકી તેઓ સદાય આપણા તમામ લોકોના હૃદયમાં જીવંત રહેશે અને દાદાની આત્માને શાંતિ મળે અને તમામ લોકોને જય સીતારામ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "લીધી રે વિદાયુ બગદાણા ધામ થી..! બગદાણા ધામના પરમ પૂજ્ય શ્રી મનજી દાદા વસંત પંચમી ના દિવસે ગુરુચરણ પામ્યા,આજે બપોરે 3 વાગે…"

Leave a comment

Your email address will not be published.


*