માત્ર સાત ચોપડી ભણેલ આ મહિલા પોતાની જાતે પાપડ બનાવીને વેચે છે દેશ વિદેશમાં,વર્ષની કમાણી જાણીને…

Published on: 7:16 pm, Sat, 11 September 21

દરેક લોકોને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. મુશ્કેલીઓને દૂર કરવા માટે દરેક લોકો સખત મહેનત કરતા હોય છે હોય છે. આ લોકોની મહેનત એક દિવસ એવી રંગ લાવતી હોય છે કે તેઓ બધાની વચ્ચે થોડા જ સમયમાં પ્રખ્યાત બની જતા હોય છે.

આજે આપણે એક એવા જ મહિલા વિશે જાણીએ જેઓએ પરિવારના ગુજરાન ચલાવવા માટે એક બિઝનેસ શરૂ કર્યો હતો જે બિઝનેસ નું નામ પાપડ બનાવવાનો ધંધો અને તેનાથી આજે તેઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા છે.

આ મહિલાનું નામ જસુ બેન પટેલ છે અને તેઓ નવસારીના છે. તેઓ જે વખત લોકડાઉન આવ્યું એ વખતે બધા જ લોકોને નોકરીમાં અને ધંધામાં મોટી તકલીફ પડી રહી હતી અને એ વખતે જશુબેન નું પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પાપડ અને અથાણા બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો.

તેઓએ બીજી ઘણી વસ્તુઓ પણ બનાવતા શીખી ગયા હતા અને તેની સાથે સાથે આ બધી જ વસ્તુઓને વિદેશમાં પણ પહોંચાડી હતી. વિદેશમાં પહોંચાડીને ત્યાંના લોકોને આ વસ્તુ બધા જ લોકોને ઘણી પસંદ આવી અને તેથી જ લોકો તેમના આ પાપડના વખાણ કરવા લાગ્યા હતા.

તેઓએ તેમના પાપડનું નામ આંજનેય પાપડ નામ આપ્યું છે. તેઓના આજે દેશ-વિદેશમાં તેમના પાપડ ની જોરદાર માંગ પણ થઈ રહી છે.

તેઓ બે માણસ રાખીને હાલમાં કામ કરાવે છે અને તેમને કામ કરવા માટે ઘણી મજા પણ આવે છે અને તેઓને હજુ પણ આગળ વધવું છે.જસુબેન ની વર્ષ ની કમાણી જાણીને તમે પણ ચોંકી જશો.તેઓ વર્ષે લાખો રૂપિયા કમાઈ રહા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!