આ મહિલા પતિના મૃત્યુ બાદ છેલ્લા 8 વર્ષથી મજૂરી કામ કરીને પોતાના બાળકો સાથે મુશ્કેલી ભર્યું જીવન જીવી રહી છે, આ મહિલાની વેદના સાંભળીને તમે પણ રડી પડશો…

Published on: 4:52 pm, Sat, 4 June 22

આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં પરિવારની જવાબદારી વિશે જાણીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે પિતા વગરનું જીવન ખાલીખમ લાગે છે, ત્યારે બાળકોને પણ પિતા વગરનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આજે એવો એક પરિવાર વિશે વાત કરીશું કે જેમાં આખા પરિવારની જવાબદારી માતા ઉપર આવી પડી છે.

અમદાવાદના ઇસનપુર ખાતે રહેતો આ પરિવાર કે જેમાં માતાનું નામ ભગવતી કે તેમના પતિ આજથી આઠ વર્ષ પહેલા બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. તેથી આખા પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી તેમને બે બાળકો છે અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાળકનું ભરણપોષણ કરવા માટે ખૂબ જ મુશ્કેલી અનુભવતી હતી.

ભગવતી બહેનનું કહેવું છે કે તેમની આગળ-પાછળ કોઈ એવું નથી કે જેઓ તેમને સાથ સહકાર આપી શકે.તેઓ પોતે જાતે મહેનત કરીને ગુજરાન ચલાવે છે. એમની કરુણ ભરી વાતો સાંભળીને સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય ત્યારે તેમણે જણાવતાં કહ્યું હતું કે આજે બાળકોને ભણાવવા અને ખાવા-પીવામાં પણ ખુબ જ તકલીફ પડે છે.

અને તેમના પર આજે એક એવી મજબૂરી આવી પહોંચી છે કે જેનાથી તેમને નાનું મોટું કાર્ય કરીને ગુજરાન ચલાવવું પડે છે. ત્યારે હજુ પણ દુનિયામાં એવા સમાજસેવક પડ્યા છે કે જેવો આવી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા લોકોની મદદ કરવા માટે દોડી જતા હોય છે. આ પરિવાર વિશે જ્યારે એક સમાજ સેવા કરતા યુવકો ને જાણ થઈ કે તરત જ તેઓ પરિવારને મદદ કરવા માટે દોડી ગયા હતાં.

આર્થિક પરિસ્થિતિ સાંભળીને સમાજ સેવા કરતા યુવકોએ કહ્યું કે અમે તમને કરિયાણાની કીટ આપીશું. જેનાથી તમને ખાવા-પીવામાં તકલીફ ના પડે. અને સમાજ સેવા કરતા યુવકો દ્વારા તેમને આવી રીતે એક નાની મદદ કરવામાં આવી. એવામાં યુવકને કહ્યું કે તેમનાથી જ્યાં સુધી મદદ થશે ત્યાં સુધી તેઓ પરિવારને મદદ કરતા રહેશે.

ત્યારે ભગવતી બહેને સમાજ સેવા કરતા લોકોનો આભાર માન્યો હતો અને તેમણે કહ્યું કે આવું તો માત્ર એક માતા જ પોતાના બાળકો માટે તકલીફ ઉઠાવી શકે છે. ત્યારે હજુ પણ આવા સમાજ સેવક દ્વારા આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા લોકોની મદદ કરીને સમાજમાં માનવતા મહેકાવી રહ્યા છે.તમને પણ જો આવા ગરીબ પરિવાર આજુબાજુમાં દેખાય તો તેને જરૂરથી મદદ કરશો. CREDIT BY : Sarva Samarth Foundation

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ મહિલા પતિના મૃત્યુ બાદ છેલ્લા 8 વર્ષથી મજૂરી કામ કરીને પોતાના બાળકો સાથે મુશ્કેલી ભર્યું જીવન જીવી રહી છે, આ મહિલાની વેદના સાંભળીને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*