જૂનાગઢમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની દીકરીના ધામ-ધૂમથી લગ્ન કરાવ્યા, આટલી જ નહીં પરંતુ દીકરીને કરિયાવરમાં આટલી વસ્તુ આપી…

Published on: 5:08 pm, Sat, 4 June 22

આપણે સૌ જાણીએ છીએ કે દરેક દીકરીનું સપનું હોય છે કે તેમના લગ્ન પણ ધામધૂમથી થાય પરંતુ અમુક એવી મજબૂરી હોય છે કે જેનાથી દીકરીનું સપનું અધૂરું રહી જતું હોય છે. વાત કરીએ તો અમુક પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પણ સપના અધૂરા રહી જતાં હોય છે. પરંતુ હજુ પણ સમાજમાં એવા લોકો પડ્યા છે કે જેઓ બીજાનું દુઃખ સમજે છે અને ઓછું કરવા માટે તેઓને મદદ કરે છે અને માનવતા મહેકાવે છે.

આવી જ માનવતા દાખવતી એક ઘટના સામે આવી છે. જુનાગઢ લોહાણા પરિવારની દીકરી ના લગ્ન હતા એ દીકરીના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી.લગ્ન કરી શકે એવી સ્થિતિ પણ નહોતી કારણ કે પરિવારમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને એ દીકરીના લગ્નનો સમય આવ્યો.

સત્યમ સેવા સંસ્થા દ્વારા પરિવારની સ્થિતિ જાણીને તેમને મદદ કરવા માટે આગળ આવ્યા અને એ દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવાનું નક્કી કર્યું. એટલું જ નહીં પરંતુ દાતાઓની મદદથી દિકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું તેમજ દીકરાના માતા પિતા પાસેથી પણ એક રૂપિયો લીધા વગર જ એ દીકરીના ધામ-ધૂમથી લગ્ન સંસ્થા દ્વારા કરવામાં આવ્યા ત્યારે એ દીકરીનું સપનું જાણે પૂરું થયું હોય.

હજુ પણ એવી ઘણી સંસ્થાઓ છે કે જેઓ આવી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવી દીકરીઓના લગ્ન કરાવી આપતા હોય છે, ત્યારે આ સંસ્થા દ્વારા દીકરી ને કરિયાવર માં 70 જેટલી ઘરમાં વપરાય એવી ઘર ઉપયોગી વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી.

વાત કરીએ તો તેનો પરિવાર આજે ખૂબ જ ખુશ છેઅને તેમણે ધાર્યા નહોતા એવા પોતાની દીકરીના લગ્ન કરી શક્યા. આજે દરેક જગ્યાએ ઘટનાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે ત્યારે આ દીકરીના સત્યમ સેવા સંસ્થા દ્વારા દીકરીના ધામ-ધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા.

આવી એક જ દીકરી નહીં પરંતુ આ સંસ્થા દ્વારા એવી ઘણી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. તેમને મદદ કરીને ધામધૂમથી લગ્ન કરાવી ને સાસરે વિદાય આપવામાં આવી, ત્યારે આવી સંસ્થાઓ આવા સેવાના કામો કરી સમાજમાં માનવતા મહેકાવી આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!