ભાજપના આ દિગ્ગજ નેતાએ આશ્રમ-3 ના શૂટિંગને લઈને આપ્યું મહત્વનું નિવેદન,કહ્યુ કે…

Published on: 11:03 am, Tue, 26 October 21

સોમવારે પ્રજ્ઞાસિંહ સિંધુ એ કહી દીધું કે ભારતમાં રહીને સનાતન ધર્મ સાથે છેડછાડ નહીં ચાલે. તેમને કહ્યું કે સાધુ સંત ફિલ્મ નથી જોતા પરંતુ હવે તેના માટે અલગથી વિભાગ બનાવવામાં આવશે. હવે કોઈ પણ ફિલ્મમાં બનતા પહેલા આ વિભાગ તેની સ્ક્રીપ્ટ વાંચશે અને ત્યારબાદ જ ફિલ્મ બનાવવાની મંજૂરી આપવામાં આવશે.

સાધ્વી પ્રજ્ઞા એ કહ્યું કે તેઓ આ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખશે. તેઓ મુખ્યમંત્રી ને પૂછશે કે ફિલ્મની શૂટિંગ ની મંજૂરી કેવી રીતે આપવામાં આવી.શું આના માટે પહેલાં સ્ક્રીપ્ટ વાંચવામાં આવી હતી.

ફિલ્મ પર મચેલા હોબલાથી ગુસ્સે ભરાયેલા સાંસદે ચેતવણી આપતા કહ્યું કે, હિંદુ સનાતન ધર્મની વ્યવસ્થાઓ અને ધર્મને બદનામ કરવાના આ પ્રકારના પ્રયત્નો ને મંજૂરી નહીં આપવામાં આવે. જો એવું થયું તો તેમના વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરશે તેવા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ ધમકી આપી હતી.

સાંસદ સાધ્વી પ્રજ્ઞા ભારત ભક્તિ અખાડાના મહામંડલેશ્વર છે.સોમવારે અખિલ ભારતીય સંત સમિતિ ના પ્રતિનિધિ મંડળે વેબસિરીઝ વિરુદ્ધ પોતાની જાહેરાત આપી અને શૂટિંગ અટકાવવા અપીલ કરી. ત્યારબાદ મીડિયા કર્મચારી સાથે વાતચીત કરતાં સાંસદે કહ્યું કે તેમનો અખાડો એક વિભાગ બનાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!