ટૂંક જ સમયમાં દિવાળી નો મોટો તહેવાર દેશમાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા ચાઈનીઝ LED લાઈટ ની આયાત પર કડક નજર રાખવાનું શરૂ કરી દીધું છે. સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે અને આયાત કરાયેલી લાઈટ ને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS ના નિયમો ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. સરકારનું આ પગલું જેનો ભારતીય બજારમાં સિક્કો છે તેવી LED લાઈટ ની આયાત ઘટાડવા માટે આ પગલું લેવાયું છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના પોલિસીમાં કેટલાક ફેરફાર આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતે સીમા પર તણાવના કારણે કેટલાક અઠવાડિયામાં ચીનથી આયાત પર કેટલા પ્રતિબંધ મૂક્યા છે. સરકારે ચીનથી આવનારા બિનજરૂરી સામાન ચેક કરવાનું કામ ગયા વર્ષે જ શરૂ કરી દીધું હતું.
દિવાળીના તહેવારમાં કેટલીક ચીજો ચીનથી આયાત થાય છે ભલે તે લાઈટ હોય કે મૂર્તિઓ કે પછી સજાવટની વસ્તુઓ. આયાતમાં સરકારે જાણ્યું છે .
અનેક ગણો અન્ય સામાન પણ ભારતમાં ગેરકાયદેસર રીતે આવી રહ્યો છે. આ કારણે સરકાર સતર્ક બની ગઇ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!