પેટા ચૂંટણી નું સામે આવ્યું ગણિત, જાણો કોને મળી શકે છે કેટલી સીટો?

Published on: 3:50 pm, Thu, 8 October 20

આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ગુજરાતમાં આઠ વિધાનસભાની સીટો પર પેટા ચૂંટણી યોજાવાની છે તે તમામ સીટો 2017 માં કોંગ્રેસના ફાળે ગઈ હતી. તે આઠ સીટો પૈકી બે સીટો એટલે કપરાડા અને ડાંગ એવી હતી કે જેમાં કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 170 અને 768 વોટથી જીત મળી હતી.ભાજપ આ બંને સીટો પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને મગળ ગામીત ને ટિકિટ આપશે.

તો પરિણામ ભાજપ વિરુદ્ધ આવી શકે છે.સંભાવના છે કે આ બંને સીટો ભાજપ ના હારેલા ઉમેદવાર માધુ રાઉત અને વિજય પટેલ નિષ્ક્રિય બની શકે છે. બીજી તરફ મોરબીમાં ક્રાંતિ અમૃતિયાને ફક્ત 3419 વોટના અંતર થી કોંગ્રેસના બ્રિજેશ મેરજા હરાવ્યા હતા. અત્યારે ભાજપના અમૃતિયા અદ્રશ્ય જોવા મળી રહ્યા છે કારણ કે ભાજપ બ્રિજેશ મેરજા ને ટિકિટ આપવાનો વાયદો કરી ચૂકી છે.

ધારી માં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15336 વોટો થી હરાવીને કોંગ્રેસના જે.વી. કાકડિયા વિજેતા બન્યા હતા અને જો ભાજપ તેમને ટિકિટ આપે તો તે જીતી શકે છે. અબડાસામાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા એ 9746 વોટના અંતરથી ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા. છબીલ પટેલ અત્યારે ક્યાંય નથી જેથી ભાજપ માટે પ્રદ્યુમનસિંહ તારણહાર બની શકે છે.

લીંબડીમાં કોંગ્રેસના સોમાભાઈ પટેલે ભાજપના કિરીટસિંહ રાણા ને 14651 વોટ ના અંતરથી હરાવ્યા હતા પરંતુ આ વખતે મેદાનમાં કિરીટસિંહ ને વધારે ચાન્સ છે અને ભાજપ સોમાભાઈ ને ટિકિટ આપવાની નથી. ગઢડામાં કોંગ્રેસના પ્રવીણ મારુએ 9424 તથા કરજણમાં અક્ષય પટેલ 3564 મોટો થી ચૂંટણી જીત્યા હતા અને.

આ બંને ઉમેદવારો દ્વારા કમશ: ભાજપના આત્મારામ પરમાર અને સતીશ પટેલને હરાવ્યા હતા.ભાજપ પોતાના હારેલા ઉમેદવાર આત્મારામ પરમારને ટિકિટ આપવાની છે અને કરજણ માં અક્ષય પટેલને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું.વર્ષ 2017 માં મળેલી બઢત.

હાલની બદલાતી સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો આઠ સીટોમાં ભાજપને ચારથી વધારે સીટો નો સીધો લાભ થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!