વટ્ટ પાડી દીધો હો બાકી…! પોતાની નવી fortuner કારનું મંદપસંદ નંબર લેવા આ વ્યક્તિએ એટલા લાખ રૂપિયા નાખ્યા કે… સાંભળીને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 4:10 pm, Sat, 16 December 23

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો પોતાના શોખ પૂરા કરવા માટે ગમે તેટલો રૂપિયો વાપરી નાખતા હોય છે. આજકાલ તો લોકોને મોંઘી મોંઘી વસ્તુઓ લેવાનો અને પહેરવાનો ખૂબ જ શોખ છે. તમે એવું પણ સાંભળ્યું હશે કે ઘણા લોકોને તો ગાડીની નંબર પ્લેટનો પણ અનોખો શોખ હોય છે.

તેઓ પોતાની ગાડીની નંબર પ્લેટ અલગ લાગે એટલે કાંઈક ને કાંઈક કરતા હોય છે. ઘણા લોકો પોતાના પસંદની નંબર પ્લેટ ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. તમે સૌ કોઈ લોકો જાણતા જ હશો કે વીઆઈપી નંબરની હંમેશા હરાજી થતી હોય છે.

અને આ નંબર લેવા માટે લોકો લાખોમાં બોલી લગાવતા હોય છે. ત્યારે આજે આપણે પોતાની પસંદનો નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખનાર એક વ્યક્તિની વાત કરવાના છીએ. આ વ્યક્તિનું નામ કૌશિક સોજીત્રા છે. તેઓ ગોંડલ શહેરની અંદર આવેલા ખોડલધામ સોસાયટીની અંદર રહે છે.

મિત્રો કૌશિકભાઈ સોજીત્રાએ 42 લાખ રૂપિયાની fortuner કાર ખરીદી હતી. આ ગાડીમાં પોતાનો મનપસંદ નંબર લેવા માટે તેમને રાજકોટ સહિત બીજી ઘણી આરટીઓની અંદર તપાસ કરી હતી.

કૌશિકભાઈ પોતાનો ચોઈસ નંબર લેવા માટે 10 લાખ 21 હજાર રૂપિયા ખર્ચ્યા છે. તેમનો ચોઈસ નંબર GJ 18 BR 0009 છે. કૌશિકભાઇએ આ નંબર ખરીદો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચારે બાજુ તેમની જ ચર્ચાઓ થવા લાગી હતી.

મિત્રો કૌશિક ભાઈ ને પોતાનો મંદપસંદ નંબર લેવા માટે ગાંધીનગર આરટીઓમાં જવું પડ્યું હતું. અહીં ત્રણ લોકો દ્વારા આ નંબર પર બોલી લગાવવામાં આવી હતી. આ દરમિયાન કૌશિકભાઇએ સૌથી ઊંચી બોલી લગાવીને પોતાનો મનપસંદ નંબર પોતાના નામે કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વટ્ટ પાડી દીધો હો બાકી…! પોતાની નવી fortuner કારનું મંદપસંદ નંબર લેવા આ વ્યક્તિએ એટલા લાખ રૂપિયા નાખ્યા કે… સાંભળીને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*