આ પટેલ પરિવાર પોતાના દીકરાના લગ્નમાં એવું કંઈક અનોખું કર્યું કે… સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો…

Published on: 5:20 pm, Fri, 8 December 23

મિત્રો ઘણા સમય પહેલાના એક પ્રેરણાદાયક દિશા વિશે આજે અમે તમને વાત કરવાના છીએ. આ કિસ્સો સાંભળીને દરેક લોકોની આંખોમાં આંસુ આવી જશે. એક પરિવારની વાત કરીએ તો ત્રણ પેઢીથી પરિવારમાં દીકરીનો જન્મ ન થતા પરિવારે અનોખા લગ્ન કરીને કન્યાદાન કરવાનું સપનું પૂરું કર્યું છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બોરસદના સિસવા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચે પોતાની પુત્રવધુને પોતાના ઘરની દીકરી ગણીને પોતાના ઘરના આંગણે તેમના લગ્ન કરાવ્યા હતા. ખરેખર આ ઘટના સમાજ માટે પ્રેરણાદાયક છે.

મિત્રો પૂર્વ ડેપ્યુટી સરપંચ કૌશિકભાઇ મણીભાઈ પટેલ જેવો હાલમાં ખેતી કરે છે. તેમના ઘરમાં ત્રણ પેઢીથી દીકરીનો જન્મ થયો ન હતો. ઘરમાં દીકરી ન હોવાથી પરિવારના સભ્યોને કન્યાદાન કરવાનો લાહો મળતો ન હતો. ત્યારે કૌશિક ભાઈ ના દીકરાના લગ્ન કલોલમાં રહેતી બીજલ નામની યુવતી સાથે નક્કી થયા હતા.

પછી આ કિસ્સા વિશે કૌશિકભાઈ એ વાત કરતા જણાવ્યું કે, દીકરાના લગ્ન નક્કી થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે મારી દીકરી નથી ત્યારે મારા ઘરમાં જે વહુ આવશે હું તેને દીકરી ગણીને તેના લગ્ન મારા ઘરના આંગણે કરાવીશ.

ત્યારબાદ કૌશિકભાઇએ આ વાત કન્યા પક્ષને કરી. પછી તો કૌશિકભાઈ પોતાના ઘરના આંગણે દીકરી બીજલના લગ્ન કરવાનું નક્કી કર્યું. પછી તો લગ્નમાં વર પક્ષના લોકો જાન લઈને આવે તેની જગ્યાએ કન્યા પક્ષના લોકો જાન લઈને આવ્યા હતા. પછી કૌશિકભાઈએ પોતાની પુત્રવધુને પોતાની દીકરી ગણીને પોતાના ઘરના આંગણે પોતાના દીકરા અને પુત્રવધુ ના લગ્ન કરાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ પટેલ પરિવાર પોતાના દીકરાના લગ્નમાં એવું કંઈક અનોખું કર્યું કે… સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો…"

Leave a comment

Your email address will not be published.


*