આ વ્યક્તિએ લાખો રૂપિયાનો ધંધો છોડીને પપૈયાની ખેતી શરૂ કરી… 20 વીઘા જમીનમાં પપૈયા વાવીને 50 લાખ રૂપિયાની આવક કરી… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ…

Published on: 11:31 am, Thu, 14 December 23

મિત્રો આજના આધુનિક યુગમાં યુવાનોને આવે ખેતી કરવી જરાક પણ ગમતી નથી. ઘણા લોકો વિચારે છે કે ખેતીમાંથી કાંઈ કમાણી નથી. પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે, ગુજરાતના વડગામ તાલુકાના પેપોળ ગામના એક વેપારીએ પોતાનો ધંધો છોડીને પપૈયાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. વાત કરીએ તો મહેસાણા સ્ટીલ ફેબ્રિકેશનનો ધંધો છોડીને જશવંતભાઈ નામના વ્યક્તિ પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા અને અહીં આવીને તેમને પપૈયાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

મિત્રો જશવંતભાઈ 20 વીઘા જમીનમાં તાઇવાનની બિયારણથી પપૈયાની ખેતી કરી હતી. આ ખેતીમાં કરવા માટે તેમને આઠ લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. પરંતુ જ્યારે પપૈયાની ખેતી પૂરી થાય ત્યારે તેમને 8 લાખ રૂપિયા માંથી 50 લાખ રૂપિયાની આવક કરી હતી.

આ વાતની જાણ થતા જ લોકો જશવંતભાઈના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મિત્રો જશવંતભાઈ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, તેમને સારી એવી ખેતી કરવા માટે ઘણા બધા ખેડૂતોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમને ઘણું બધું વિચારીને પપૈયાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું.

પછી તેમને દાંતીવાણીના નિષ્ણાંત ડોક્ટર એફ.કે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાઇવાન રેડ લીટીની પપૈયાની ખેતી કરી હતી. મિત્રો જશવંતભાઈ પપૈયાની ખેતીમાં રાસાયણિક ખાતરનો 50% ઘટાડો કર્યો હતો અને દેશી ખાતરનો ઉપયોગ વધારે કર્યો હતો.

એટલું જ નહીં પરંતુ પપૈયાના પાકના દુશ્મન ગણાતા એવા કુર્મિનના જીવ જંતુને નિયંત્રણમાં લાવવા માટે પપૈયાની વચ્ચે તેમને ગલગોટાના 8000 છોડ વાવ્યા હતા. આ રીતે તેમને અનોખી ખેતી કરીને લાખો રૂપિયાની આવક ઊભી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ વ્યક્તિએ લાખો રૂપિયાનો ધંધો છોડીને પપૈયાની ખેતી શરૂ કરી… 20 વીઘા જમીનમાં પપૈયા વાવીને 50 લાખ રૂપિયાની આવક કરી… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*