સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું આ મહત્વનું કામ , જાણો

Published on: 10:19 am, Mon, 20 July 20

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત મહાનગર પાલિકા માં કોરોના સંક્રમિત લોકોની વધુ સારી સારવાર માં ઉપયોગી થવા હેતુસર 50 વેન્ટિલેટર સુરતમાં ખાનગી ક્ષેત્રની હોસ્પિટલ માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણ ની સ્થિતિ નિર્મિત સમીક્ષા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં દરરોજ મળતી કોરોના કમિટીની બેઠક આજે મહત્વનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં કોરોના ની કથળતી સ્થિતિને પગલે હવે ખાનગી હોસ્પિટલમાં પણ સરકારે હસ્તક્ષેપ કરવાનું ફરજિયાત બનાવ્યું છે સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર અચ્છે ત્યાં ખાનગી હોસ્પિટલ અને ૫૦ વેન્ટિલેટર પૂરા પાડવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ સુરતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાજ્ય સરકારની વધુ મદદ ની જે પ્રતિબધ્ધતા કોવિડ હોસ્પિટલ ના લોકાપર્ણ કરતા વ્યક્ત કરી હતી.તેને પ્રતિપાદિત કરતા આજે તાત્કાલિક અસરથી આ 50 વેન્ટિલેટર સુરત શહેરમાં કોરોના કોવિડ ની સારવાર સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલ માટે ફાળવી આપવાનો નિર્ણય કર્યો હતો.

શહેરમાં કોરોના ના કેસ ધીરે ધીરે ખૂબ જ વધી રહ્યા છે. લોકો પણ તેની ચિંતા કર્યા વગર શહેરમાં બેફામ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને કોવિડ હોસ્પિટલમાં સેવા આપવા માટે અપીલ કરવામાં આવી છે. જેના કારણે શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વયં સેવકો નિમણૂક કરી છે જેના કારણે સ્વયંસેવક દર્દીઓની સાથે સાથે પરિવારની મદદ કરશે.

Be the first to comment on "સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું આ મહત્વનું કામ , જાણો"

Leave a comment

Your email address will not be published.


*