પ્રધાનમંત્રી મોદીએ 7 રાજ્યો ના મુખ્યમંત્રી સાથે ફોન પર કરી વાત , જાણો શું કરી વાત ?

Published on: 9:45 am, Mon, 20 July 20

પીએમ મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર ખાસ કરીને બે વાતની માહિતી લીધી હતી. તેમાં કોરોના મહામારી અને સાથે વરસાદને કારણે સતત સર્જાઈ રહેલી મુશ્કેલી ની માહિતી લીધી હતી . પીએમ મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ ને ફોન કર્યા હતા તેમાં બિહાર, ઉત્તરાખંડ તેલંગાણા , અસમ , હિમાચલપ્રદેશ અને તમિલનાડુ નો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ રવિવારે બિહાર, ઉત્તરાખંડ, તેલંગાણા, અસમ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુ ના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પૂર અને કોરોના ની માહિતી લીધી હતી. આ બાબતે વિસ્તારથી ચર્ચા કરીને તેઓએ કહ્યું કે કેન્દ્ર તરફથી શક્ય તમામ જરૂરી મદદ કરવામાં આવશે . પીએમ અસમ મ પૂરના કારણે સ્થિતિ થી લડવા માટે શક્ય તમામ મદદ રાજ્યને કરવાનું આશ્વાસન આપ્યું છે આ પૂરના કારણે અત્યાર સુધી લગભગ ૮૧ લોકોના મોત થયા છે.