રાજ્યના આ વિદ્યાર્થીઓની ફી માફી આપવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ સરકારને કરી આ મહત્વની રજૂઆત.

Published on: 5:05 pm, Tue, 26 January 21

કોંગ્રેસના મનીષ દોશીએ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સત્ર ફી માફ કરવાની માંગ કરી છે અને રાજ્યના વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી ની સત્ર ફી માફ કરવાની મહત્વપૂર્ણ માંગ કરી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કહ્યું કે.

નામદાર વડી અદાલતે પણ રાજ્ય સરકાર ને પણ ફી માફી આપવા માટે નિર્ણય લેવા જણાવ્યું છે.તેમ છતાં આજદિન સુધી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.ફી માફી અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી નું મહત્વ પૂર્ણ નિવેદન અને.

તેઓએ ફી માફી અંગે મુખ્યમંત્રી રૂપાણી ને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.સરકારને હાલમાં કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના હિત કરતા સંચાલકોનું હિત વધારે વહાલું છે

અને આર્થિક સંકડામણમાં રહેલા વાલીઓને સરકાર રાહત આપે તેવી માંગ કરી હતી.મેડીકલ, ડેન્ટલ અને નર્સિંગ માં 10 થી 83 હજારનો ફીમાં વધારો ઝીંકાયો છે.ફી વધારો પરત ખેંચવાની સાથે એક સત્ર ફી માફીની માંગ સાથે કોંગ્રેસ દેખાવ કરશે.

તેવું પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું. એક સત્રની ફી માફી અંગે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!