ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં માસ્ક ના દંડ ને લઈને જાણો શું કરી મોટી જાહેરાત?

471

આજરોજ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગણતંત્ર દિવસની ઉજવણી પંચમહાલ માં કરી હતી. આ સમયે તેઓએ માસ્ક ના દંડ ને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોરોનાના અંતનો આરંભ શરૂ થઈ ચૂક્યો છે.

અને હવે કોરોના વેક્સિન પણ આવી ગઈ છે,છતાં હજુ ચોકસાઈ ની જરૂર છે. તેઓએ વધારેમાં કહ્યું કે નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન અને સુચના અનુસારી સમયાંતરે મૂલ્યાંકન કરીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના ના કેસો સતત ઘટી રહ્યા છે અને બીજી તરફ પણ ઝડપથી વધી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ રાજ્યમાં ઘણીવાર એવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.

કે માસ્ક ની પેનલ્ટી ને પગલે કેટલીવાર પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ સામે આવતા હોય છે.કોરોના મહામારી વચ્ચે આજરોજ 72માં ગણતંત્ર દિવસ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ મા ઉજવણી કરી હતી.

આ વચ્ચે માસ્ક ના દંડ મુદ્દે આજે પ્રદિપસિંહ જાડેજા એ મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે હાઇકોર્ટના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે આગળનો નિર્ણય લેવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!