આ પરિવાર પાસે છે જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી… જાણો શું છે જલારામ બાપાની આ લાકડીનો ઇતિહાસ…

Published on: 11:35 am, Wed, 29 November 23

મિત્રો તમને બધાને ખબર હશે કે વીરપુર ધામ એટલે જલારામ બાપાનું ધામ. વીરપુરમાં દરરોજ દુર દુરથી મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે આપણે જલારામ બાપા વિશે કેટલીક વાતો કરવાના છીએ. વાત કરીએ તો અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખજુરી પીપળીયા ગામે એક પરિવાર રહે છે.

તમને જણાવી દઈએ કે આ પરિવાર પાસે જલારામ બાપાની 180 વર્ષ જૂની એક લાકડી છે. જલારામ બાપાની આ લાકડી આજે બધા ભક્તો માટે આસ્થાનું પ્રતિક બની ગયું છે. જલારામ બાપાની લાકડી વિશે ખજુરી પીપળીયા ગામના વતની અને સુરતમાં રહેતા મહેશભાઈએ જણાવ્યું કે, જલારામ બાપાએ તે ગામના પટેલ પરિવારને આ લાકડી પ્રસાદી રૂપે આપી હતી અને આ લાકડી આજે સૌ કોઈ લોકો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે.

લાકડીના ઇતિહાસ વિશે વાત કરતા મહેશભાઈએ જણાવ્યું કે, આ ગામમાં જલારામ બાપા આરામ કરવા માટે બેસતા હતા. આ દરમિયાન કેટલાક વડીલ લોકો પણ જલારામ બાપા સાથે બેસતા હતા. એવામાં પટેલ પરિવારના વડીલ સાથે જલારામ બાપાનો આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો. ત્યાર પછી તો જલારામ બાપા પટેલ પરિવારના ઘરે રાત રોકાયા હતા.

પછી ફરી એક વખત જ્યારે જલારામ બાપા ગામમાં આવ્યા ત્યારે તેઓ પટેલ પરિવારના ઘરે ગયા હતા. આ દરમિયાન જલારામ બાપાને ભગતના ઘરે ખૂબ જ દુઃખ દેખાયું હતું. ત્યારે બાપા એ તેમને લાકડી આપી હતી અને કહ્યું હતું કે આ લાકડી ને તમારા રસોડામાં રાખજો કોઈ દિવસ તમારા અન્નો ભંડાર ખૂટશે નહીં.

ત્યારથી આ એક ઇતિહાસ રચાઇ ગયો હતો. જલારામ બાપાએ ભગત ને કહ્યું હતું કે સોમવારના રોજ લાકડી પર ઘી લગાડજો. ત્યારથી પેઢી દર પેઢી પરિવારના લોકો જલારામ બાપાના કહેવા મુજબ લાકડીને સાચવે છે અને દર સોમવારના રોજ લાકડી પર ઘી લગાડે છે.

કહેવાય છે કે જલારામ બાપાએ આ લાકડી સાથે આ 68 તીર્થની યાત્રા કરી છે. કહેવામાં આવે છે કે, જલારામ બાપાની આ લાકડીના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ પરિવાર પાસે છે જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી… જાણો શું છે જલારામ બાપાની આ લાકડીનો ઇતિહાસ…"

Leave a comment

Your email address will not be published.


*