નાની ઉંમરે ખૂબ જ મધુર અવાજમાં ભજન ગાનાર આ બાળક, હવે થઈ ગયો છે મોટો…! અત્યારનો ફોટો જોઈને તમે પણ નહીં ઓળખી શકો…

Published on: 4:31 pm, Fri, 1 December 23

મિત્રો તમે બધા બાળ કલાકાર હરી ભરવાડને તો જરૂર ઓળખતા હશો. હરી ભરવાડ નાની ઉંમરમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટું નામ બનાવ્યું છે. નાની ઉંમરમાં પોતાના આકર્ષક અવાજથી ધાર્મિક જગતમાં હરી ભરવાડ સારું એવું નામ કમાવ્યું છે.

ત્યારે આજે આપણે હરી ભરવાડની કેટલીક વાતો કરવાના છીએ. હરી ભરવાડનો જન્મ 12 ઓગસ્ટ 1995 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. હરી ભરવાડ ના પિતાનું નામ કુકાભાઈ અને તેમની માતાનું નામ મનુબેન છે.

હરી ભરવાડને તેના કાકા તેના બાળપણથી જ સહયોગ કરી રહ્યા છે. કારણ કે હરી ભરવાડના કાકાને ગીત પ્રત્યે અનોખી જાણકારી હતી. જેના કારણે હરી ભરવાડ બાળપણથી જ ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું. હરી ભરવાડ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.

જ્યારે એક વખત તેના શિક્ષક દ્વારા તેને પ્રાર્થના સભામાં ગાવાની તક આપવામાં આવી હતી. ત્યારે હરિભરવાડે પોતાના અવાજથી સૌ કોઈ લોકોને આકર્ષિત કર્યા હતા અને તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યાર પછી તેના શિક્ષકે હરી ભરવાડને સંગીત ક્ષેત્રમાં કામ કરવાનું જણાવ્યું હતું.

મિત્રો જણાવી દઈએ કે હરી ભરવાડ જ્યારે સાત વર્ષનો હતો. ત્યારે તેને ગાવાનું શરૂ કરી દીધું હતું. હરી ભરવાડનું પહેલું આલ્બમ ભજન હરિનો માર્ગ હતું. પછી તો તેમનું આ ભજન લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ આલ્બમ માં બીજા સાતથી આઠ ભજન પણ હતા. પછી તો નાની ઉંમરમાં હરી ભરવાડનું ખૂબ જ મોટું નામ થઈ ગયું હતું.

સૌ કોઈ લોકો તેમને જાણવા લાગ્યા હતા. 2009માં હરી ભરવાડ સાસરે લીલા લેર છે ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ માટે તેમને અભિનયનો પણ એવોર્ડ મળ્યો હતો. હાલમાં તો હરી ભરવાડ અમદાવાદથી 26 કિલોમીટર દૂર આવેલા કંઠલાલમાં પોતાનો એક સ્ટુડિયો ચલાવે છે. જ્યાંથી તેઓ ગીત રિલીઝ કરે છે અને તેમના ગીત દેશ વિદેશના લોકો પસંદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "નાની ઉંમરે ખૂબ જ મધુર અવાજમાં ભજન ગાનાર આ બાળક, હવે થઈ ગયો છે મોટો…! અત્યારનો ફોટો જોઈને તમે પણ નહીં ઓળખી શકો…"

Leave a comment

Your email address will not be published.


*