સુરતના આ “ચા” વાળાએ ચાની અંદર કંઈક એવી વસ્તુ નાખી કે…જોઈને પણ તમને ચીતરી ચડશે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 11:12 am, Thu, 2 March 23

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયાનો જમાનો એટલો વધી ગયો પછી કે લોકો અલગ અલગ પ્રકારની વસ્તુ ટૂંક જ સમયમાં સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ખાવા પીવાની વસ્તુઓ ના વિડીયો પણ ખૂબ જ વાયરલ થાય છે.

ત્યારે સુરતની અંદર ચા બનાવવા વાળા કાકાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો તમે ઘણા ચા ના રસિયાઓને જોયા હશે જોવો ચા પીવા માટે દૂર દૂર સુધી પણ જવા માટે તૈયાર હોય છે. ત્યારે સુરતની અંદર હાલમાં એક નાનકડી એવી રેકડીમાં ચા વેચતા કાકાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર આ કાકા ચા બનાવતી વખતે તેની અંદર અલગ અલગ પ્રકારના ફ્રુટ નાખીને ચા બનાવે છે. આ પીવા કરતા તો આ અનોખી ચા કેવી રીતે બને છે તે જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તાપી નદીના પાણીની અંદર બનાવેલી દરેક વસ્તુ ખૂબ જ ટેસ્ટી હોય છે અને તેમ પણ સુરતીઓનો સ્વાદ પણ ખૂબ જ અનોખો હોય છે.

સુરત શહેરમાં ખાવાની કોઈપણ ચીજ વસ્તુઓ હોય તે હંમેશા ખૂબ જ સારી ચાલે છે. એટલા માટે સુરતની અંદર લોકો ખાવાની નવી નવી ચીજ વસ્તુઓ લાવીને સોશિયલ મીડિયા પર ફેમસ થતા હોય છે. ચા વાળા કાકા ની વાત કરીએ તો સુરતની અંદર આવેલી સોની ફળિયાના પાણીના ભીંત પાસે મનીષ પછીઘર નામના વ્યક્તિ એક ચા ની નાનકડી અમથી રેગડી ચલાવે છે. અહીં દરરોજ સવારે સેકડો લોકો જાઓ પીવા માટે આવે છે.

છેલ્લા 28 વર્ષથી મનીષભાઈ અહીં અલગ અલગ પ્રકારની વિવિધ ફ્રુટ ચા બનાવીને વેચે છે. દૂર દૂરથી પણ લોકો આ ચા નો ટેસ્ટ લેવા માટે અહીં આવે છે. મનીષભાઈ અલગ અલગ ફ્રુટ નાખીને અલગ અલગ ફ્લેવર વાળી ચા બનાવવા માટે સુરતની અંદર પ્રખ્યાત છે. મનીષભાઈની જાની વાત કર્યો તો તેઓ કેળા ચા, સફરજન ચા, માવાની ચા, ચીકુની ચા, કેરીની ચા, સીતાફળની ચા વગેરે પ્રકારની ચા અહીં તેઓ બનાવે છે. તમને બધાને મનમાં સવાલ થતો હશે કે મનીષભાઈ ને આવી ચા બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

આ વાત પર મનીષભાઈ એ જણાવ્યું હતું કે, લોકોને સાદી ચા પીવાનો ખૂબ જ કંટાળો આવતો હોય છે તેના કારણે મને આ પ્રકારની ચા બનાવવાનો પહેલીવાર વિચાર આવ્યો હતો. પહેલા તો જ્યારે મેં આ ચા બનાવવાનું શરૂ કર્યું ત્યારે લોકોને કંઈક નવીન લાગતું હતું. પરંતુ બધાને ધીમે ધીમે અલગ અલગ ફ્લેવર વાળી ચા ની લત લાગી ગઈ. મનીષભાઈ અલગ અલગ પ્રકારના અનોખા ફ્લેવર બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

મનીષભાઈનો ચા બનાવતો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર foodie_incarnate નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે ચાર લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે અને અનોખી ચા બનાવવાની રીત જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના આ “ચા” વાળાએ ચાની અંદર કંઈક એવી વસ્તુ નાખી કે…જોઈને પણ તમને ચીતરી ચડશે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*